Science & Technology

ALERT: જો તમારી પાસે આ ફોન છે તો નવેમ્બરથી Whatsapp બંધ થઈ જશે!

સોશિયલ મિડીયામાં અતિલોકપ્રિય એપ્લીકેશન વોટ્સએપને (Whatsapp) લઈને એક મોટી માહિતી સામે આવી છે. વોટ્સએપ (Whatsapp) દ્વારા પ્રાઈવેસી અને સેફ્ટીના મુદ્દે વારંવાર અપડેટ કરવામાં આવી રહ્યાં છે. સેફ્ટી સંબંધિત આવતી મુશ્કેલીઓમાં મોટાભાગે વોટ્સએપનું જૂનું વર્ઝન (Whatsapp old version) જવાબદાર હોવાનું બહાર આવતા વોટ્સએપ અવારનવાર વર્ઝન અપડેટ કરી રહ્યું છે. આ સાથે જ કેટલાંક જૂના વર્ઝનવાળા ફોન પર વોટ્સએપની સેવા પણ બંધ કરવામાં આવતી રહી છે.

નવેમ્બરમાં વર્ઝન અપડેટ થયા બાદ જૂના ફોન પર વોટ્સએપનો વપરાશ થઈ જશે

આ વર્ષે પણ એવું જ થવા જઈ રહ્યું છે. વોટ્સએપના કેટલાંક વપરાશકર્તા નવેમ્બર 2021થી પોતાના ફોનમાં વોટસએપનો ઉપયોગ કરી શકશે નહીં. જે ફોનમાં વોટ્સએપનો સપોર્ટ બંધ થવાનો છે તેમાં એન્ડ્રોઈડ, આઈઓએસ (iOS) અને કિઓસ (KaiOS) ડિવાઈસ સામેલ છે. જે એન્ડ્રોઈડ ફોનમાં વોટ્સએપનો સપોર્ટ બંધ થવાનો છે તેમાં એન્ડ્રોઈડ 4.0.4 અને તેથી જૂના વર્ઝનના ફોન સામેલ છે. હાલ બજારમાં એન્ડ્રોઈડ 12 ફોન મળી રહ્યાં છે. નવેમ્બરમાં વર્ઝન અપડેટ થયા બાદ જૂના ફોન પર વોટ્સએપનો વપરાશ થઈ જશે. તેથી લોકોએ ઝડપથી પોતાના ફોન અપડેટ કરવા પડેશે. પ્રાઈવેસી અને સેફ્ટીના લીધે વોટ્સએપ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

એન્ડ્રોઈડ વર્ઝન 4.0.4 છે તો તમારા ફોનમાં 1 નવેમ્બર પછી વોટ્સએપ બંધ થઈ જશે

જો તમારી પાસે કોઈ જૂનો ફોન છે જેમાં એન્ડ્રોઈડ વર્ઝન 4.0.4 છે તો તમારા ફોનમાં 1 નવેમ્બર પછી વોટ્સએપ બંધ થઈ જશે. આ લિસ્ટમાં Samsung Galaxy SII, Galaxy S3 mini, Optimus L5 Dual, Optimus L4 II Dual, Optimus F7, Optimus F5 જેવા ફોન સામેલ છે. આ ઉપરાંત iOS 10 તથા તેની ઉપરના વર્ઝન પર વોટ્સએપ કામ કરશે, જ્યારે iOS 9માં બંધ થઈ જશે. આ લિસ્ટમાં iPhone 6S, iPhone 6S Plus, Apple iPhone SE 1 જેવા ફોન સામેલ છે. KaiOS સપોર્ટ વાળા Jio ફોન અને Jio ફોન 2માં વોટ્સએપ (Whatsapp) ચાલુ રહેશે. KaiOS વર્ઝન જિયો ફોન અને જિયો ફોન 2 પર ચાલે છે. તે ઉપરાંત નોકીયાના કેટલાંક ફોનમાં પણ KaiOS વર્ઝન છે.

Most Popular

To Top