Dakshin Gujarat

સુરત જિ.પં. અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારી નોંધાવવાનું શરૂ, 36 બેઠકો ઉપર 179 ફોર્મ ભરાયા

સુરત: (Surat) આગામી તારીખ ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત જિલ્લા પંચાયત તેમજ સુરત જિલ્લામાં (District) આવેલી વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણી (Election) ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો આજે અંત આવ્યો હતો. જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે 179 જેટલા ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયતોની અલગ અલગ બેઠકો ઉપર ઉમેદવારોએ (Candidate) ઉમેદવારી નોંધાવી હતી. હવે ઉમેદવારીની ચકાસણી પ્રક્રિયા તેમજ ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની મુદતના આજે અંતિમ દિવસે ભાજપના ઉમેદવારોએ ધામધૂમ અને વાજતેગાજતે ઉમેદવારીપત્રો ભર્યા હતા. જયારે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી અંગે ચાલી રહેલા આંતરિક ડખા સપાટી પર આવ્યા હતા. ઉમેદવારીપત્રો ભરાયા બાદ કલેકટરતંત્રને ડેટા લેતાં પરસેવો પડી ગયો હતો. મોડી સાંજ સુધી ઉમેદવારીપત્રોની સંખ્યા અંગે કોઇ ચોકકસ માહિતી તંત્ર આપી શક્યું નહોતું. સાંજ સુધી મળેલી પ્રાથમિક વિગતો જોતા જિલ્લા પંચાયતની બેઠકોમાં સૌથી હોટ બેઠક નાની નરોલી બની ગઇ છે.

આ બેઠક ઉપરથી ભાજપા અને કોંગ્રેસ સહિત અન્ય અને અપક્ષો મળીએ 12 ફોર્મ ભરી દીધા છે. જેને કારણે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘કાંટે કી ટક્કર’ થશે. તેવી જ રીતે સૌથી ઓછા ફોર્મ મોરા, કામરેજ અને પલસાણા બેઠક ઉપર ભરાયા હોવાની માહિતી સાંપડી છે. આ બેઠક ઉપર 3-3-3 ઉમેદવારીપત્રો ભરાયા છે. જોકે દાવેદારીપત્રોનો સાચો આંકડો મોડીરાત બાદ ક્લિયર થશે. કેમ કે સમગ્ર જિલ્લાભરની અલગ અલગ કચેરીઓ પાસેથી ડેટા કલેકટ કરાઇ રહ્યાં છે.

ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત અને ચોર્યાસી તાલુકા પંયાતની હજીરા બેઠક ઉપર અન્ય કોઈ ફોર્મ જ નહીં ભરાતા બિનહરીફ થશે
સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાની પંચાયત બેઠકો ઉપર આજે દાવેદારી રજૂ કરવાની મુદત પૂરી થતા જ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરિફ જાહેર થવા સાથે ભાજપાના ખાતામાં જંગ પહેલા બે સીટ આવી ગઇ છે. જિલ્લાના રાજકીય પંડિતોએ આજે ફોર્મ નહિ ભરાતાં ચોર્યાસી તાલુકા પંચાયતની હજીરા બેઠક ઉપર સતીષભાઇ ભગુભાઇ પટેલ તેમજ ઓલપાડ તાલુકા પંચાયતની બેઠક ઉપર પીંજરતથી નીમીશાબેન રજનીકાંતભાઇ પટેલની બિનહરીફ વરણી થશે.

  • સુરત જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકો ઉપર ભરાયેલા ફોમની વિગતો
  • 1 મહુવા – અનાવલ 5
  • 2 માંડવી – અરેઠ 4
  • 3 બારડોલી – બાબેન 5
  • 4 પલસાણા – ચલથાણ 4
  • 5 માંડવી – દેવગઢ 4
  • 6 ઉમરપાડા-ઘાણાવડ 6
  • 7 માંડવી – ઘંટોલી 2
  • 8 માંડવી – ગોદાવાડી 5
  • 9 ચોર્યાસી – હજીરા 4
  • 10 માંગરોળ – ઝંખવાવ 6
  • 11 બારડોલી-કડોદ 4
  • 12 કામરેજ 3
  • 13 મહુવા-કરચેલીયા 4
  • 14 ૫લસાણા-કારેલી 4
  • 15 ખોલવડ 6
  • 16 કીમ 4
  • 17 માંગરોળ – કોસંબા 5
  • 18 ચોર્યાસી – લાજપોર 3
  • 19 મહુવા-મહુવા 8
  • 20 માંગરોળ – માંગરોળ 6
  • 21 મોર 4
  • 22 ચોર્યાસી – મોરા 3
  • 23 માંગરોળ – નાની નરોલી 12
  • 24 નવાગામ 4
  • 25 ઓલપાડ 4
  • 26 ૫લસાણા-૫લસાણા 3
  • 27 પિંજરત 4
  • 28 માંગરોળ – પીપોદરા 4
  • 29 સાયણ 4
  • 30 બારડોલી-સુરાલી 6
  • 31 માંડવી – તડકેશ્વર 2
  • 32 ઉંભેળ 2
  • 33 ઉમરપાડા- વાડી 5
  • 34 મહુવા-વલવાડા 5
  • 35 બારડોલી-વાંકાનેર 7
  • 36 બારડોલી-વરાડ 4

સુરત જિલ્લા પંચાયતની નવ તાલુકાની 184 બેઠકો ઉપર 809 ફોર્મ ભરાયા
સુરત જિલ્લા પંચાયતની નવ તાલુકાની 184 બેઠકો ઉપર પણ વાજતે ગાજતે દાવેદારી નોંધાઇ ગઇ છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ઠેરઠેર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. તાલુકા પંચાયતની બેઠકો મુજબ ચિત્ર જોઇએ તો બારડોલીની 22 બેઠકો સામે 78 ફોર્મ, ચોર્યાસી તાલુકાની 16 બેઠકો માટે 59 ફોર્મ, કામરેજની 20 બેઠકો ઉપર 106 ફોર્મ, મહુવાની 20 બેઠકો ઉપર 100 ફોર્મ, માંડવીની 24 બેઠકો ઉપર 67 ફોર્મ, માંગરોલની 24 બેઠકો ઉપર 116 તેમજ ઓલપાડની 24 બેઠકો ઉપર 123 સહિત પલસાણામાં 18 બેઠકો સામે 70 અને ઉમરપાડાની 16 બેઠકો ઉપર પણ 51 ફોર્મ ભરાયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top