SURAT

સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાંથી કરોડોનું ઓઇલ ચોરનાર સંદીપ ગુપ્તાને કોલકત્તાથી દબોચ્યો

સુરત : ગુજરાત (Gujarat), રાજસ્થાન (Rajasthan) સહિત દેશના અન્ય રાજ્યમાં ક્રૂડ ઓઈલની (Crude oil) ચોરી કરનાર વોન્ટેડ સંદીપ ગુપ્તા (Sandip Gupta) આખરે પોલીસના હાથે ચઢ્યો છે. ત્યારે સુરતની ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) વોન્ટેડ સંદીપ ગુપ્તાને કોલકત્તાથી (Kolkata) દબોચ્યો હતો. તમને જણાવી દઈએ કે આરોપી સંદીપ ગુપ્તાની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરવાની એક પેટન હતી. આ અંગે કમિશનર અજય તોમરે પણ જાણકારી આપી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર ક્રૂડની 400 કરોડ કરતા વધારેની ચોરી કરનાર ખૂંખાર આંતર રાજય ગુનેગાર સંદીપ ગુપ્તાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલકતાથી પકડી પાડવામાં આવ્યો છે. રાજયની એટીએસ દ્વારા સંદીપ ગુપ્તા જે મૂળ હરિયાણાનો છે તેની સામે ગુજસીટોક દાખલ કર્યો હતો. ગુજરાતમાં તેણે ખેડા, મહેસાણામાં ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંચર કરીને ક્રૂડ ઓઇલની ચોરી કરી હોવાની વિગત જાણવા મળી છે.

  • ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંકચર કરી ક્રૂડની ચોરી કરતો હતો
  • પાઇપ લાઇનની નજીક ફેકટરી ભાડે પર લઇને કે પછી શેડ ઉભો કરીને ચોરી કરતો હતો
  • પ્રતિદિન ચાર થી પાંચ ટેન્કરની ચોરી કરતો હતો સંદીપ
  • એક ટેન્કરની કિંમત અડધા કરોડ કરતા વધારે

ભારતમાં સંદીપ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હોવાની વાત કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે 3 રાજયમાં સંદીપ ગુપ્તા વોન્ટેડ છે. તેમાં આ આરોપી તે ઓઇલની લાઇનની નજીક બંધ શેડ કે ફેકટરી હોય તેવી જગ્યા પસંદ કરતો હતો. ત્યાથી તે ઓઇલની ઓએનજીસીની લાઇનમાં પંચર પાડીને પછી ટેન્કરો ભરીને ચોરી કરતો હતો. એક ટેન્કર ભરવામાં આવે તો તેની કિંમત 50 લાખ જેટલી થાય છે. દરમિયાન આ આરોપી દ્વારા રાત્રિએ એક સાથે 4 થી 5 ટેન્કરો ભરવામાં આવતા હોવાની વિગત જાણવા મળી છે.

આ ઓપરેન્ડાઇથી કરોડો રૂપિયાની ચોરી આ કુખ્યાત ઇસમ દ્વારા કરવામાં આવતી હોવાની વિગત જાણવા મળી છે. આ રીતે તેણે રાજસ્થાનના અલવર, ચિતોડગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ , બ્યાવબર,હરિયાણામાં સોનીપત, રોહતાસ, ગોહનાન બંગાળમાં કોલકતા, વર્ધમાનનગરમાં ગુના કર્યાં છે. સંદીપ વિજેન્દ્ર ગુપ્તા હરિયાણાનો રહેવાસી છે. તે વર્ષ 2006થી ઓઇલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની વિગત કમિશનર તોમરે જણાવી હતી. હાલમાં આબુ રોડ, રાજસ્થાન અને વર્ધમાન નગર, બંગાળ ખાતે ચોરી કરવાનુ પ્લાનિંગ સંદીપ કરી રહ્યો હતો. ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં આરોપી સંદીપે 400 કરોડથી વધુનું ક્રૂડ ઓઈલ ચોરી કર્યું છે.

Most Popular

To Top