SURAT

ઘરે ઓક્સિજન સિલિન્ડરનો સંગ્રહ નહીં કરો: શા માટે પાલિકા કમિશનરે કહી આ વાત?

surat : શહેરમાં એક બાજુ કોરોના ( corona) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivir) બાદ હવે ઓક્સિજન ( oxygen) નહી મળતો હોવાની બુમ ઉઠી છે. ત્યારે હોસ્પિટલમાં ( hospital) ઓક્સિજન બેડ નહી મળતાં હવે લોકો ઘરે પણ સીલિન્ડર લાવીને ઓક્સિજન પર ટકી રહેવા મજબુર બની રહ્યા છે. જો કે આ અછતને કારણે રેમડેસિવિરની જેમ જ સંગ્રહખોરી વધી રહી છે. ત્યારે ઘણા લોકો જરૂર નહી હોવા છતાં ઘરમાં ઓક્સિજનનો સીલિન્ડર ( cylinder) રાખી રહ્યા હોય આવું નહી કરવા મનપા કમિશનરે અપીલ કરી છે.

મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, લોકો જરૂર વગર ઘરમાં ઓક્સિજનનો સંગ્રહ ના કરે. એવું કરવાથી ખરેખર જરૂરી છે તેવા લોકો સુધી પુરતો જથ્થો પહોંચી શકતો નથી અને ઘણાને જીવ ગુમાવવાનો પણ સમય આવે છે. કમિશનરે ઘરમાં રહીને સારવાર લેતા દર્દીઓને વધુ ઓક્સિજન શરીરમાંથી જ મળી રહે તે માટે પરંપરાગત રીતે ઉંધા સુઇને કરાતા ઉપાયો તેમજ યોગનો સહારો લેવા પણ અનુરોધ કર્યો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજથી હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓક્સિજન બેંક’કાર્યરત કરવામાં આવી છે. માત્ર હોમ કોરન્ટાઇન દર્દીઓને જ આ સુવિધા ઉપલબ્ધ થશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ૧૦૦ બોટલો સાથે ‘ઓકિસજન બેંક’ કાર્યરત કરવામાં આવી છે અને થોડા દિવસોમાં અન્ય ૩૦૦ જેટલા બોટલોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઓકિસજનના બોટલોની સુવિધા મેળવવા માંગતા દર્દીઓના સગા–સંબંધીઓએ ચેમ્બરનો સંપર્ક કરી શકશે.

સુરત આઈએમએ ( ima) ની સત્તાધીશો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં આઈએમએ દ્વારા સુરત શહેરમાં આવેલી તમામ હોસ્પિટલોને તેમની જરૂરિયાત મુજબનો ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને સમયસર પૂરો પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ સિવાય સુરત શહેરમાં ઓક્સિજન બેન્ક ( oxygen bank) ની શરૂઆત કરવામાં આવે તેવી પણ માંગ છે. જેમાં અંદાજિત ચાલીસ જેટલા ઓક્સિજનના ડયુરા સિલિન્ડર રાખવામાં આવે. જેથી જો શહેરની કોઈપણ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજનની અછત ઊભી થાય અથવા ઓક્સિજન રિફિલિંગ સેન્ટર પર જો વધુ સમય વેડફાય તો તેવા સંજોગોમાં ઈમરજન્સી વિકલ્પ તરીકે ઓક્સિજન બેંકના સિલિન્ડરનો ઉપયોગ કરી શકાય તથા સુરત શહેરની નજીકમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતાં પ્લાન્ટ પરથી જ સુરત શહેરની હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો સપ્લાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી કરીને ટ્રાન્સર્પોટનો સમય બચી જાય અને ક્રિટિકલ દર્દીઓને તરત જ સારવાર મળી જાય અને દર્દીનો જાન બચાવી શકાય. સુરત આઈએમએ શાખાના પ્રમુખ ડૉ. હિરલ શાહ, મંત્રી ડૉ. રોનક નાગોરીયા તથા કોરોના એકશન કમિટીના ચેરમેન ડૉ. નિર્મલ ચોરારિયા અને મીડીયા કમિટીના કૉ ઓર્ડિનેટર ડૉ. હેતલ યાજ્ઞિક મીટિંગમાં હાજર હતા.

Most Popular

To Top