SURAT

સુરતના ભાજપના નેતાએ પરિણીત પ્રેમિકાનો લીધેલો ન્યૂડ ફોટો થયો વાયરલ, ઈજ્જત બચાવવા કરી દોડાદોડી પણ..

સુરત: (Surat) સુરત જિલ્લાની ચોર્યાસી (Choryasi) તાલુકા પંચાયતના (Panchayat) ભાજપના (BJP) પ્રમુખે (President) પરિણીતા (Married Women) સાથેની પ્રણયલીલામાં પરિણીતાનો બાથરૂમમાં (Bathroom) સ્નાન કરતો પોતાની સાથેનો વિડીયો કોલનો (Video Call) ફોટો સરપંચોના ગ્રુપમાં મુકી દેતા ભારે વિવાદ (Controversy) થવા પામ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપ આગેવાન આસ્તિક પટેલે કરેલા આ કૃત્યને પગલે સુરત ભાજપ અને જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે. આસ્તિક પટેલે આ વિડીયો ગ્રુપમાંથી ડિલીટ કરાવી દેવા ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ આ ફોટો વાઈરલ (Viral) થઈ ગયો હતો.

  • વિડીયો કોલ દરમિયાન આસ્તિક પટેલે પરિણીતાને મોકલવા માટે ન્યુડ ફોટો પાડ્યો પરંતુ પરિણીતાને મોકલવાને બદલે 38 સરપંચના ગ્રુપમાં ફોટો પોસ્ટ થઈ ગયો
  • લોકોએ જાણ કરતાં ફજેતો થયાનું સમજી આસ્તિક પટેલે વન ટુ વન મળીને સરપંચો પાસે ફોટો ડિલીટ કરાવ્યો પરંતુ ત્યાં સુધીમાં ફોટો વાઈરલ થઈ ગયો

મળતી માહિતી પ્રમાણે, કવાસ ખાતે રહેતા ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના આગેવાન આસ્તિક પટેલ તેમજ બાજુના મોરા ગામે રહેતી આ પરિણીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમપ્રકરણ ચાલતું હતું. જેમાં તેની ચરમસીમા આવી હતી. આસ્તિક પટેલ પોતે કારમાં જઈ રહ્યા હતા અને ત્યારે તેમણે આ પરિણીતાને વિડીયો કોલ કર્યો હતો. કોલ કર્યો ત્યારે પરિણીતા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. આ વિડીયો કોલ દરમિયાન આસ્તિક પટેલે સ્ક્રીનશોટ પાડ્યો હતો અને તેને પરિણીતાને મોકલ્યો હતો પરંતુ ભૂલમાં ફોટો વોટ્સએપના 38 સરપંચના ગ્રુપમાં પોસ્ટ કરી દીધો હતો. આસ્તિક પટેલને ખબર જ નહીં રહી કે ફોટો ગ્રુપમાં પોસ્ટ થઈ ગયો છે. જ્યારે આ ફોટો જોઈને લોકોએ તેમને ફોન કર્યો ત્યારે તેમને ખબર પડી પરંતુ ત્યાર સુધીમાં મોડું થઈ ગયું હતું.

પોતે પોતાનો તેમજ પરિણીતાનો ન્યુડફોટો વોટ્સએપ ગ્રુપમાં મુકી દીધાની જાણ થતાં આસ્તિક પટેલે વોટ્સએપ ગ્રુપમાં ફોટો ડિલીટ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ડિલીટ ઓલ થયો નહોતો. ગામમાં ફજેતો થવાને કારણે ગભરાઈ ઉઠેલા આસ્તિક પટેલે કાર હંકારીને વન ટુ વન તમામ 38 સરપંચોના ઘરે જઈને તેમની પાસેથી આ ફોટો ડિલીટ કરાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં આ ન્યુડ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. જેને કારણે ભારે વિવાદ ઉઠ્યો હતો. ખુદ તાલુકા પંચાયતના પ્રમુખ જ આવા પ્રકરણમાં સંડોવાયેલા હોય ત્યારે આ પ્રકરણે રાજકીય ગરમાટો પણ સર્જી દીધો હતો. સામાન્ય રીતે કેડરબેઝ પાર્ટી ગણાતી ભાજપમાં આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે છે ત્યારે હવે આસ્તિક પટેલના મામલે સુરત જિલ્લા ભાજપ શું વલણ લે છે તે જોવું રહ્યું!

Most Popular

To Top