SURAT

VIDEO: સુરતનો કોઝવે ઓવરફલો થતાં બંધ કરાયો, તાપીનો અદ્દભૂત નજારો જોવા લોકો ઉમટ્યા

સુરત (Surat) : ચોમાસાની (Monsoon) સીઝનમાં પહેલી વાર પાણી ઓવર ફ્લો (Over Flow) થતા કોઝવે (Causeway ) વાહન વ્યવહાર માટે બંધ (Closed) કરવામાં આવ્યો છે. કોઝવેને ઓવરફ્લો થતાં  જોવા માટે કોઝવેની બન્ને તરફ લોકોના ટોળા ભેગા થયા હતા.  કોઝવે પર વાહન વ્યવહાર બંધ  થતાં વાહન ચાલકોએ ડભોલી જહાંગીરપુરા બ્રિજ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વાહનો વાળ્યા હતા.  તેથી વેડ રોડ પર ટ્રાફિકના (Traffic) દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ત્રણેક દિવસથી સુરતમાં મેઘરાજાની મહેરના કારણે તાપી (Tapi) નદીમાં નવા પાણીનો  આવરો આવી રહ્યો છે. વિયરના ઉપરવાસના ગામડાંઓમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદનું પાણી સીધું તાપી નદીમાં આવતું હોય શનિવારે મોડી રાત્રે  કોઝવેની સપાટી છ મીટરને  પાર કરી ગઈ હતી. કોઝવે ઉપરથી પાણી વહેતું થતાં જ પાલિકાએ સલામતીના ભાગરૂપે  કોઝવે પરનો વાહન વ્યવહાર બંધ કરવા કોઝવેના દરવાજા બંધ કરી દીધા છે.  કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાતા અહીંથી પસાર થતાં વાહનો હવે ચંદ્રશેખર  બ્રિજ પરથી કતારગામ- વેડ  તરફ જતાં  થયાં છે. જ્યારે બીજા વિકલ્પ તરીકે જહાંગીરપુરા બ્રિજ પરથી કતારગામ- ડભોલી તરફ જતા  થયા છે.

કોઝવેની સપાટી 6.53 મીટરે પહોંચી, સુરતમાં ઠેરઠેર વૃક્ષો પડ્યા
સુરત : શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહેલી વરસાદની હેલી વચ્ચે રવિવારે પણ મેધરાજાની અવિરત કૃપા વરસી રહી હતી. જેના કારણે મોજીલા સુરતીલાલાઓએ રવિવારની રજા ઘરમાં રહીને જ વિતાવવાની ફરજ પડી હતી. શનિવારે ઉપરવાસમાં વરસાદ અને તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે કોઝવે ઓવરફ્લો થતા મોડી રાતે જ બંધ કરાયો હતો. કાકરાપાર ડેમમાંથી પાણી છોડવાનું યથાવત રાખવામાં આવતાં કોઝવે ૬.૫૩ મીટરે પહોંચ્યો છે. દરમિયાન શહેરમાં શહેરમાં પાંચ ઝાડ પાડવાના તથા બે મકાનના સ્લેબ તૂટી પડવાના બનાવો નોંધાયા છે.

શહેરમાં સવારથી સાંજ સુધીમાં સર્વત્ર અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં શહેરના લગભગ તમામ ઝોનાં પોણાથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં પાંચ ઝાડ પાડ્યા હતા. જેમાં અઠવાગેટ સ્વિમિંગ પુલની સામે, કતારગામ માધવાનંદ સોસાયટી પાસે, ઉધના ગુરુદ્વારાની સામે એસએમસી શોપિંગ સેન્ટર, અડાજણ મક્કાઇપુલના નાકે દીપ કોમ્પ્લેક્ષ પાસે અને મોરા ભાગળ દાંડી રોડ એમવી સર્કલ પાસે ઝાડ પડ્યા હતા. રાંદેર વિસ્તારમાં આવેલ મુનશી સ્ટ્રીટમાં જુના બંધ મકાનનો ભાગ પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત ગજેરા સર્કલ પાસે મીનાક્ષી વાડીમાં પણ એક મકાનનો અગાસી પરનો ભાગ પડતા સ્થાનિક લોકો ગભરાયા હતા. જોકે બંને બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

ઝોનવાઇઝ વરસાદ

  • સેન્ટ્રલ 17 મીમી
  • રાંદેર 22મીમી
  • કતારગામ 16 મીમી
  • વરાછા એ 19 મીમી
  • વરાછા બી 19 મીમી
  • લીંબાયત 26 મીમી
  • અઠવા 27 મીમી
  • ઉધના 29 મીમી

Most Popular

To Top