National

સુરતીલાલાઓને સલામ: દેશમાં માત્ર સુરતમાં જ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરોની હૂંફ થકી કોરોના સામે જંગ

સુરત: (Surat) વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ (Bed) પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની દિલેરી ફરી એકવાર આવી આફત વચ્ચે મોતના મુખમાં હોમાઇ રહેલા કોરોનાના દર્દીઓને જીવનનો જુસ્સો પૂરો પાડી રહી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે તંત્રને મોટી રાહત આપનારા કોમ્યુનિટી કોવિડ સેન્ટરો (Community Covid Care Center) ફરી વખત ફટોફટ ખૂલવા માંડતાં ત્રણ દિવસ પહેલાં દર્દીઓને સારવાર માટે બેડ માટે જે અછત હતી તે સ્થિતિ પર કાબૂ આવવા માંડ્યો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતીલાલાઓની આ દિલેરીને દિલથી સલામ કરું છે. કેમ કે, દેશમાં એકપણ શહેરમાં આવી સામાજિક અને સંસ્થાકીય હૂંફ મહામારીના કાળમાં જોવા મળી નથી. જણાવી દઈએ કે શહેરમાં સરકારી, ખાનગી અને કોમ્યુનિટી સેન્ટરો મળી કુલ 12365 બેડ ઉપલબ્ધ, જેમાંથી 6563 ઓક્સિજન અને 1100 વેન્ટિલેટરવાળા છે. વધુ 1400 ઓક્સિજન અને 300 વેન્ટિલેટર બેડ શરૂ કરવા તંત્રની તૈયારી છે.

હાલમાં સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ ઉપરાંત મનપા દ્વારા જે 45 હોસ્પિટલ સાથે કરાર થયા છે તે તેમજ જુદા જુદા વિસ્તારમાં શરૂ થયેલાં કોમ્યુનિટી કોવિડ સેન્ટરો મળી 12365 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી 6563 બેડ ઓક્સિજન સુવિધા અને 1100 વેન્ટિલેટર સુવિધા સાથે છે. ઉપરાંત ટૂંક સમયમાં વધુ 1400 ઓક્સિજન અને 300 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ થઇ જશે. મનપા દ્વારા કુલ 110 હોસ્પિટલને કોવિડની સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. જેમાંથી 45 સાથે મનપા દ્વારા કરાર કરાયા છે. જેના 50 ટકા બેડ મનપા માટે અનામત રાખવામાં આવી રહ્યા છે.

  • કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરની સ્થિતિ (શુક્રવાર સુધી)
  • સેન્ટર કુલ બેડ ભરેલા બેડ
  • અટલ સંવેદના 100 76
  • નવકાર ચેરિટેબલ 50 32
  • રાણા સમાજ 52 06
  • ભેસ્તાન કોમ્યુનિટી હોલ 95 13
  • કુમાર છાત્રાલય લિંબાયત 172 05
  • પરવટ કોમ્યુનિટી હોલ 64 7
  • કતારગામ વસ્તાદેવડી કોમ્યુ. 70 11
  • ભરીમાતા કોમ્યુનિટી હોલ 70 17
  • સિંગણપોર મલ્ટિપર્પઝ હોલ 25 –
  • સંપ્રતિ દિવાળીબાગ કોમ્યુનિટી 120 50
  • ગોતાવાલા મોરા ભાગળ 27 05
  • ટ્રમ પ્લાઝા રાંદેર 50 –
  • આહીર સમાજ 50 –
  • કાપોદ્રા કોમ્યુનિટી હોલ 25 –
  • નાના વરાછા કોમ્યુનિટી હોલ 37 25

સુરતમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતા પાલિકા દ્વારા ટૂંક સમયમાં ઓનલાઈન કરાશે

સુરત : શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે હોસ્પિટલમાં બેડ બાબતે અફરા-તફરી મચી રહી છે,ઇન્જેકશન માટે લાઇન લાગી રહી છે. ત્યારે સ્મીમેર અને સીવીલ હોસ્પિટલ ઉપરાંત મનપા દ્વારા 45 હોસ્પિટલો સાથે કરાર કરીને તેના 50 ટકા બેડ કોવિડના દર્દીઓ માટે અલાયદા રાખવા આદેશ કરી દીધો છે. જો કે શહેરીજનોને કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે બાબતે જાણકારી મેળવવી હોય તો કોઇ રસ્તો નથી, ત્યારે હવે ટુંક સમયમાં મનપા દ્વારા આ વ્યવસ્થા કરાશે અને ઓનલાઇન પોર્ટલથી શહેરીજનો બેડની સ્થિતી જાણી શકશે તેવુ મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

Most Popular

To Top