National

વર્લ્ડ ટી-20માં ભાગ લેવા પાકિસ્તાનની ટીમને વિઝા મળશે: બીસીસીઆઇની જાહેરાત

પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં રમાનારી ટી -૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા વિઝા મળશે, એમ બીસીસીઆઈ સચિવ જય શાહે સર્વોચ્ય કાઉન્સિલને જણાવ્યું હતું. શાહે શુક્રવારે આયોજીત વીડિયો કોન્ફરન્સની બેઠકમાં કાઉન્સિલને જણાવ્યું હતું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફાઇનલ મેચ યોજાશે જ્યારે તે સહિતન નવ સ્થળોએ મેગા-ઇવેન્ટ યોજવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. અન્ય સ્થળો દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ધર્મશાલા અને લખનઉ છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિઝા મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જો કે, ચાહકો મેચ જોવા માટે સરહદ પારની મુસાફરી કરી શકે છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, એપેક્સ કાઉન્સિલના એક સભ્યએ નામ ન આપવાની શરતો પર જણાવ્યું હતું.

તેનો નિર્ણય સમયસર કરવામાં આવશે. જોકે, અમે આઇસીસીને વચન આપ્યું હતું કે તેને સોર્ટ કરવામાં આવશે. સચિવે મીટિંગ દરમિયાન જાહેરાત કરી હતી. બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવને કારણે ભારત અને પાકિસ્તાને લગભગ એક દાયકાથી દ્વિપક્ષીય ક્રિકેટ રમી નથી.
પાકિસ્તાન આઇસીસી પાસેથી ખાતરીની માંગ કરી રહ્યું છે કે તેના 16 સભ્યોની ટીમ માટે વિઝા આપવામાં આવશે, આ વર્ષે સાત વર્લ્ડ ટી-20ની સાતમું એડીશન રમાશે.

અગાઉ પીસીબીના અધ્યક્ષ એહસાન મનીએ અલ્ટીમેટમ આપ્યું હતું કે બીસીસીઆઈએ 31 માર્ચ સુધીમાં પાકિસ્તાની ટીમ માટેના વિઝા મંજૂરી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. આના એક દિવસ પછી, એટલે કે 1 એપ્રિલે, આઈસીસીએ બોર્ડ મીટિંગમાં પુષ્ટિ આપી હતી કે આ વિવાદ એક મહિનામાં ઉકેલી લેવામાં આવશે.

Most Popular

To Top