SURAT

સેવા: સુરતના રેલવે સ્ટેશન-BRTS સ્ટોપ ખાતે એક રૂપિયામાં માસ્ક, કોરોના વોરિયર્સ બહેનોને રહેવા માટેની સુવિધા

સુરત: (Surat) કોરોનામાં જનસેવાની ઝુંબેશ ઉપાડનારા શહેરના જાણીતા સમાજ સેવિકા એકતા તુલશ્યાન દ્વારા શહેરની જાણીતી હર્બલ ટી બ્રાન્ડના ઉપક્રમે રેલવે સ્ટેશન આવેલા બીઆરટીએસ (Station BRTS) સ્ટોપ ખાતે એક જ રૂપિયામાં લોકો માસ્ક મેળવી શકે તે માટે માસ્ક (Mask) વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. એકતા તુલશ્યાન દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ જાહેર સેવા અધિકારીઓ, સરકારી સંસ્થાઓ અને કચેરીઓ દ્વારા દરેક જગ્યાએ માસ્ક વેન્ડિંગ મશીન મુકવામાં આવે. જેથી આપણે આ સમયમાં એકબીજાની સલામતી માટે સ્વાસ્થ્ય માટે કામ કરી શકીએ. માસ્ક વેન્ડિંગ મશીનના લોકાર્પણ પ્રસંગે સમાજ સેવિકા એકતા તુલશ્યાન ઉપરાંત ધારાસભ્ય ઝંખના પટેલ અને રૂપલ શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

હોસ્ટેલમાં નર્સિંગ તરીકે કામ કરતી કોરોના વોરિયર્સ બહેનોને રહેવા માટેની સુવિધા

સુરતઃ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્કીંગ વુમન હોસ્ટેલ સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ ખાતે બનાવવામાં આવી છે. હાલમાં કોરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ હોસ્ટેલમાં નર્સિંગ તરીકે કામ કરતી કોરોના વોરિયર્સ બહેનોને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શહેરથી દુર રહેતી નર્સને કફર્યુના કારણે આવવા જવામાં પણ તકલીફ પડતી હતી તેમજ કોરોના પોઝિટિવ દર્દી પાસે કામ કરતી નર્સ ઘરે જાય તો ઘરના લોકો માટે પણ સંક્રમણની ભીતિ રહેતી હોય, આ નર્સોને રહેવા માટે મનપા દ્વારા બનાવાયેલા વર્કીંગ વુમન હોસ્ટેલમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્ટેલની શુક્રવારે મેયર હેમાલી બોઘાવાલાએ મુલાકાત લીધી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યમાં જોડાયા

સુરત: આજે સુરત શહેરની સ્થિતિ એટલા હદે વિકટ છે કે, સ્ટાફની અછત પડી રહી છે. રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સતત વધી રહ્યાં છે. શહેરની આ સ્થિતિને જોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યમાં જોડાવાનું શરૂ કર્યું છે. કાર્યકર્તાઓ પીપીઈ કીટ પહેરીને મેડિકલ સ્ટાફને મદદરૂપ થઈ રહ્યાં છે. સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની અછત હોવાની વાતો વહેતી થઇ છે. કોરોના વોરિયર્સના ખભેખભા મિલાવી એબીવીપી કાર્યકર્તાઓ સવારથી લઇને સાંજ સુધી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને દર્દીઓનેની કાળજી રાખે છે. એબીવીબીની આ કામગીરીની સરાહના થઇ રહી છે.

Most Popular

To Top