SURAT

‘કિસી ભી મુસ્લિમ કો પાર્સલ લાઇન મેં કામ કરને નહીં દેના હૈ’..ઓડિયો વાયરલ કરનારની ધરપકડ

સુરત: (Surat) બે દિવસ પહેલાં રાત્રિના સમયે બજરંગ દળના (Bajarang Dal) કાર્યકર ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ શનિવારે બજરંગ દળના કાર્યકર્તા અને ટ્રાન્સપોર્ટરના આગેવાન બબલુ પાંડેએ ઓડિયો ક્લીપ (Audio Clip) વાયરલ કરી હતી કે, કોઇપણ ઉત્તર ભારતીય મુસ્લીમને કામ આપવું નહીં. આ વિડીયો વાયરલ કરનાર બબલુ પાંડે સામે પુણા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે સારોલીમાં મુસ્લિમ પાર્સલવાળાઓને દોડાવી દોડાવીને માર મરાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

  • ‘કિસી ભી મુસ્લીમ કો પાર્સલ લાઇન મેં કામ કરને નહીં દેના હૈ’નો ઓડિયો વાયરલ કરનાર બજરંગ દળના કાર્યકર સામે ગુનો
  • બે દિવસ પહેલાં રાત્રિના સમયે ટ્રાન્સપોર્ટર ઉપર થયેલા હુમલામાં કોમી વાતાવરણ તંગ કરવા બદલ બબલુ પાંડેની ધરપકડ

પુણાની સારોલી પાસે શ્યામસંગીની માર્કેટમાં પાર્સલ ઊંચકવાનું કામ કરતા યુવકોની વચ્ચે બે દિવસથી માથાકૂટ થઇ છે. બજરંગ દળની સાથે સંકળાયેલા વિવેક મિશ્રા ઉપર એક મુસ્લિમ યુવકે હુમલો કર્યો હતો. આ અંગે હુમલો કરનાર પાંચથી સાત યુવકની સામે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ પણ કરી હતી. બીજી તરફ શનિવારે બજરંગ દળના આગેવાન મનોજ પાંડે ઉર્ફે બબલુ પાંડેએ એક ઓડિયો ક્લીપ વાયરલ કરી હતી, જેમાં તેણે કોઇપણ ઉત્તર ભારતીય મુસલમાનોને પાર્સલ લાઇનમાં કામ આપવું નહીં એવું જણાવ્યું હતું.

આ ઓડિયો ક્લીપના કારણે શનિવારે સમગ્ર સારોલી વિસ્તારથી લઈ કડોદરા (સુરત રૂરલ) ટ્રાન્સપોર્ટ ગોડાઉન સુધીના વિસ્તારમાં અજંપાભરી પરિસ્થિતિ રહી હતી. તેમજ આ વિસ્તારમાં મુસ્લિમ સમાજનાં પાર્સલ શ્રમિકોને ટાર્ગેટ કરી જાહેરમાં ધોલાઈ કરી હોવાના બનાવો બન્યા છે તેમજ મુસ્લિમ સમાજનાં પાર્સલ શ્રમિકોને ટ્રાન્સપોર્ટ પર જતા અટકાવવાના પ્રયાસ કર્યા છે. જે બાબત ઘણી ગંભીર છે. આથી આ સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં ખોટી રીતે ઉશ્કેરણી કરનાર બબલુ પાંડે સામે ફરિયાદ નોંધાયાની સાથે જ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top