Gujarat

રાજયમાં આગામી 4 દિવસ ગરમી આગ ઓકશે, હિટવેવની આગાહી

અમદાવાદ: એક તરફ કે જયાં કાળઝાળ ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યાં રાજયમાં (Stat) ફરી એકવાર ગરમીનો પારો ઊંચો જશે તેવા એંધાણો મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા અગાઉના ચાર દિવસો સુધી ગુજરાતના (Gujarat) અનેક રાજયોમાં 28 એપ્રિલ સુધી હિટવેવની (Heatwave) આગાહી કરી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વલસાડ જેવા અનેક રાજયોમાં ગરમીનો પારો ઊંચો જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. મળતી માહિતી મુજબ છેલ્લાં 10 વર્ષમાં પ્રથમવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બારડોલીમાં આગ ઓકતી ગરમી, પારો 43 ડિગ્રી
બારડોલી: બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં થોડી રાહત રહ્યા બાદ શનિવારે તાપમાનનો પારો 43 ડિગ્રી પર પહોંચી જતાં લોકો રીતસરના શેકાયા હતા. કાળઝાળ ગરમીને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. આવતીકાલે પણ ગરમીનું પ્રમાણ વધુ રહે તેવું જાણવા મળી રહ્યું છે.

બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં બે દિવસ અગાઉ વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેને કારણે ગરમીમાં થોડી રાહત થઈ હતી. પરંતુ શનિવારે તાપમાનમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. કેટલાક દિવસથી 40થી 41 વચ્ચે રહેતું તાપમાન શનિવારે 43 ડિગ્રી પર પહોંચી ગયું હતું. બારડોલી પંથકમાં હીટવેવને કારણે ગરમીના પ્રમાણમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ભારે ગરમીના કારણે મોટરસાઇકલ જેવા ખુલ્લા વાહનો પર જવું લોકો માટે કપરું થઈ ગયું છે. ભારે ઉકળાટ અને બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આવી જ ગરમી આગામી દિવસોમાં ચાલુ રહેવાની હોય લોકોને ઓર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. બીજી તરફ કેટલીક શાળા અને કોલેજોમાં પરીક્ષા ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે બારડોલીમાં લોકોને રાહત મળે એ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબ અને છાશ વિતરણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો પણ ગરમીથી બચવા માટે પંખા અને એ.સી.નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં બહાર ખરીદી માટે આવતા લોકો પણ ઠંડાં પીણાં અને આઇસક્રીમનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top