Dakshin Gujarat

સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસમથક સામે જ ટેમ્પા ચાલકે મોટરસાઈકલને આડેધડ અડફેટે લીધી

પલસાણા: સુરત જિલ્લાના કડોદરા (Kadodara) GIDC પોલીસમથક પર મોડી રાતે (Late Night) બે અલગ અલગ મોટરસાઇકલ (Motorcycle) પર ત્રણ હોમગાર્ડ (Home guard) જવાનો હાજરી રજિસ્ટર પર સહી કરવા જઈ રહ્યા હતા. એ દરમિયાન પોલીસમથકની સામે જ એક આઇસર ટેમ્પોના ચાલકે બને મોટરસાઇકલને અડફેટે લેતાં બાઇકચાલક એક હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજા એક જવાનને ગંભીર ઇજા થતાં સુરત ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્રીજા જવાનને સામાન્ય ઇજા થતાં રજા આપી દેવામાં આપી હોવાનું જાણવા મળ્યું છે. કડોદરા પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોચાલકને ઝડપી પાડ્યો હતો.

બુધવારે મોડીરાત્રે ઘટના ઘટી હતી
કડોદરાના શાંતિનગરમાં રહેતા ભોલાનાથ પાટીલ કડોદરા પોલીસમથક વિસ્તારમાં ફરજ બજાવે છે. બુધવારે મોડી રાતે ભોલાનાથ પાટીલ તેમની સાઈન મોટરસાઇકલ લઈ તેમજ શશી શેખર અને વિનોદ કલાલ એક્ટિવા મોપેડ લઈ કડોદરા પોલીસમથકે મોડી રાતે હાજરી પુરાવવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન ભુરી ગામના પાટિયા સામે કડોદરા પોલીસમથકની સામે જ સુરત તરફથી બેફામ આવતા ટેમ્પોચાલકે મોટરસાઇકલ અને મોપેડ બંનેને અડફેટે લેતાં મોટરસાઇકલસવાર ભોલાનાથ પાટીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

ઘાયલ અન્ય બે હોમગાર્ડને હોસ્પિટલ ખસેડાયા
મોપેડ સવાર શશી શેખરને ગંભીર ઇજા થતાં 108 મારફતે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ વિનોદ કલાલને સામાન્ય ઇજા થતાં રજા આપી દેવામાં આવી હતી. અકસ્માત સર્જી ટેમ્પોચાલક ટેમ્પો લઈ ભાગવા જતાં સાથે રહેલા પોલીસ જવાનોએ ટેમ્પોચાલકને ઝડપી પાડી કડોદરા પોલીસમથકમાં લઇ ગયા હતા. આ ઘટના અંગે ટેમ્પોચાલક વિરુદ્ધ કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિઝરમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે ચડ્યો
વ્યારા: નિઝરના વાંકા ચાર રસ્તાથી દેવાળા તરફ જતા સ્ટેટ હાઇવે પર બુધવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહનચાલકે આત્મારામ ઠાકરેને અડફેટે લેતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દેવાળા પ્લોટ ફળિયામાં રહેતા આત્મારામ ચંદ્રસિંહ થાકરે વાંકા ચાર રસ્તા પરથી પગપાળા ચાલીને શાકભાજી તથા કરિયાણા લઇ પોતાના ઘરે દેવાળા ગામે પરત જઇ રહ્યા હતા. એ અરસામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને છાતી અને મોંના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

Most Popular

To Top