SURAT

સુરતમાં 41 પીએસઆઈની એક ઝાટકે બદલીના આદેશ થતાં સોંપો પડી ગયો

સુરત (Surat) : છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનો (Controversy) સામનો કરી રહેલી સુરત પોલીસના (Surat City Police) 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની (PSI) એક ઝાટકે સામૂહિક બદલીના (Transfer) ઓર્ડર (Order) થતાં પોલીસ મહેકમમાં સોંપો પડી ગયો છે. આ પીએસઆઈની આંતરીક બદલી થઈ છે. લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈને (PSI) પણ હટાવી દેવાયા હોય પોલીસ બેડામાં અનેક તરહની ચર્ચાઓ ઉઠી છે.

  • સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ જાહેર કરાયા
  • લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ચીપકી રહેલા પીએસાઈને હટાવાયા
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં મોટો અપડેટ

સુરત શહેરના પોલીસ કમિશનર (Surat City Police Commissioner) અજયકુમાર તોમર (AjayKumar Tomar) પોલીસની છબી સુધરે તે માટે પ્રયાસો કરી રહ્યાં છે. પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સધાય તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેમ છતાં છેલ્લાં કેટલાંક સમયથી અવારનવાર પ્રજા અને પોલીસ વચ્ચે બનતા ઘર્ષણના બનાવોને પગલે પોલીસની છબી કલંકિત થઈ રહી છે, ત્યારે પોલીસ પર પણ દબાણ વધ્યું છે. તાજેતરમાં જ વરાછા-સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા (Advocate Mehul Boghra) પર ટીઆરબી (TRB) દ્વારા હુમલાની ઘટનામાં સરથાણા પોલીસની ભૂમિકાને લીધે પોલીસ પર દબાણ વધ્યું હતું. આ કેસમાં જવાબદાર અધિકારીઓની બદલી કરી દીધા બાદ હવે સુરત પોલીસમાં પીએસઆઈની બદલીનો ગંજીપો ચીપાયો છે. આજે બિનહથિયારધારી 41 પીએસઆઈની બદલીના ઓર્ડર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.

તાજેતરમાં પોલીસ ઈન્સ્પેક્ટર્સની બદલીના ઓર્ડર કરાયા હતા, ત્યારે બાદ હવે સુરત પોલીસ કમિશનર દ્વારા પીએસઆઈની બદલીના આદેશ જારી કરાયા છે. આંતરીક કારણોસર બદલીઓ થઈ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. વળી, લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારાઓને હટાવવા માટે પણ આ આદેશ કરાયો હોવાની ચર્ચા છે. આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવનાના પગલે બદલીના ઓર્ડર થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. એક ચર્ચા એવી પણ છે કે સુરત શહેરમાં વધુ 10 પોલીસ ઈન્સ્પેક્ટર્સની બદલીના ઓર્ડર ટૂંક સમયમાં થશે.

ગયા અઠવાડિયે રાજ્યના 88 પીઆઈની બદલી કરાઈ હતી
રાજ્યમાં ગયા અઠવાડિયે ગૃહ વિભાગે એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરોની (Police Inspectors) બદલીના ઓર્ડર (Order) કર્યા હતા. જેમાં સુરત શહેરમાંથી 12 પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગ્રામ્યમાંથી 2 ઇન્સ્પેક્ટરો મળીને 14 પીઆઈની બદલી થઈ છે. શહેરમાં લાંબા સમયથી આઈપીએસ, પીઆઈ અને પીએસઆઈના બદલીઓની ચર્ચાઓ ચાલી રહી છે. શહેરમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરો લાંબા સમયથી બદલીની રાહ જોઈને બેઠા હતા. દરમિયાન ગયા શુક્રવારે ગૃહ વિભાગે પીઆઈની બદલીના ઓર્ડર જાહેર કરતા પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા જોવામાં આવી રહેલી આતુરતાનો અંત આવ્યો હતો. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પીઆઈ એ.જી.રાઠોડની સાબરકાંઠા અને એમ.એલ.સાળુંકેની વડોદરા બદલી કરવામાં આવી હતી.

આ સિવાય હાલમાં જ એસઓજીમાં જેમને મુકાયા તે સંજય ભાટિયાની બદલી અમદાવાદ શહેરમાં કરાઈ હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં વિવાદમાં રહેલા એમ.કે.ગુર્જરને વડોદરામાં, એલ.જી.ખરાડીને વડોદરા પીટીએસ, એચવી ગોટીને મરીન ગાંધીનગર, એપી ચૌધરીને અમદાવાદ ગ્રામ્ય, ખટોદરા પીઆઈ ટી.વી.પટેલને સીઆઈડી ક્રાઈમમાં મુકાયા હતા. ગ્રામ્યમાં ફરજ બજાવતા એમએમ ગીલતરને પણ સીઆઈડીમાં મુકાયા હતા. એ.એ.ચૌધરીની ભરૂચમાં, બીડી ગોહીલની અમદાવાદ, બીસી સોલંકીની અમદાવાદ ગ્રામ્યમાં, વીયુ ગડરિયાની ભરૂચમાં અને ગ્રામ્યમાં ફરજ બજાવતા કે.જે.ધડુકની એસીબીમાં બદલી કરવામાં આવી હતી.

Most Popular

To Top