National

કોરોનાની રસી લેવા સરકાર કોઈની પર દબાણ કરી શકે નહીં: સુપ્રીમની ટકોર

નવી દિલ્હી: દેશમાં ફરી કોરોના સંક્રમણ(Covid-19) ફેલાવવાનો ભય વધી રહ્યો છે. આ સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે સરકાર રસીકરણ(Vaccination) પર વધુ ભાર આપી રહી છે. હાલ કોરોના રસીકરણની આવશ્યકતાને ગેરબંધારણીય જાહેર કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી ચાલી રહી હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોરોનાની રસી લેવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં.

રસીકરણની આવશ્યકતા પર લગાવવામાં આવેલા નિયંત્રણો દૂર કરવા જોઈએ: કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે છે. કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રતિબંધો લાગી કરી શકે છે, પરંતુ રસી લેવા અને કોઈપણ પ્રકારની વિશેષ દવા લેવા માટે દબાણ કરી શકતી નથી. કોરોના સંક્રમણ દરમિયાન રસીકરણની આવશ્યકતા અંગે કેટલીક સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો તાત્કાલિક દૂર કરવા જોઈએ.

રસી લેવી કે ન લેવી એ જનતાનો વ્યક્તિગત નિર્ણય: સુપ્રીમ કોર્ટ
જનતા અને ડૉક્ટરો સાથે વાત કર્યા પછી કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ જાહેર કરવા કહ્યું છે. જેમાં રસીની અસર અને પ્રતિકૂળ અસરો સંશોધન સર્વેક્ષણ હોવું જોઈએ. કેન્દ્ર સરકારની કોરોના રસીકરણની નીતિને યોગ્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રસીકરણ કરાવવું કે નહીં તે દરેક નાગરિકનો વ્યક્તિગત નિર્ણય છે. કોઈને પણ રસી લેવા માટે મજબુર કરી શકાય નહીં.

સરકાર પોતાના નિયમ કે પ્રતિબંધ પાછા ખેંચે: કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને રસીકરણની નીતિ મામલે સલાહ આપતા જણાવ્યું કે, રસીની આવશ્યકતા દ્વારા વ્યક્તિઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પ્રમાણસર અને યોગ્ય કહી શકાય નહીં. હાલમાં જ્યારે સંક્રમણનો ફેલાવો અને તેની તીવ્રતા સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે, ત્યારે રસી નહી લેનાર લોકોને જાહેર વિસ્તારોમાં હરવા-ફરવા પર પણ પ્રતિબંધ લગાવવા જોઈએ નહી. જો સરકારે પહેલા આવો નિયમ કે પ્રતિબંધ લગાવ્યો હોય તો તેને પાછો ખેંચી લો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારો આ આદેશ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છે. રોગચાળો એ ઝડપથી બદલાતી પરિસ્થિતિ છે. તેથી, અમારી ટિપ્પણીઓ અને સૂચનો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છે. 

Most Popular

To Top