Madhya Gujarat

ઉર્દુ સ્કૂલ પાસેથી સિમેન્ટના પાઈપોને દૂર કરવા માટે પાલિકામાં રજૂઆત

કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તળાવનું પાણી પોલીસ ચોકી સામેના ખાડામાં લઈ જવાની યોજનાના ભાગરૂપે થોડા સમય પહેલા મામલતદાર કચેરી કુમાર શાળા અને ઉર્દુ શાળા પાસે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું છેલ્લા સાતેક માસ થી આ સ્થળ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ અગમ્ય કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ પાઈપલાઈન માટેના મહાકાય સિમેન્ટના મોટા મોટા પાઇપો ઉર્દુ સ્કૂલ પાસે મૂકી રાખ્યા છે જેને પરિણામે અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે.

આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઈ નકકર જવાબ મળેલ નથી આ વિસ્તારના નાગરિકોના ઘર નજીક મોટા મોટા પાઇપો ને કારણે તેમને ભારે પરેશાની નો સામનો કરવો પડે છે નજીકના દિવસોમાં તેઓના ઘરે લગ્ન નો પ્રસંગ હોવાથી મંડપ બાંધવા થી માંડીને તમામ લગ્ન પ્રસંગમાં  પાઈપો નડતરરૂપ બન્યા હોવાથી તાકીદે આ પાઇપો હટાવી લેવાની માગણી કરી છે નગરપાલિકા દ્વારા આ પાઈપો હટાવવામાં નહીં આવે તો ચાર રસ્તા ઉપર મૂકી આપવામાં આવશે તેવી પણ ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારાઇ છે.

Most Popular

To Top