Madhya Gujarat

સિંગવડના ડુંગરપુર ગામે પ્રા. શાળામાં આગ લાગતા રૂ.20 હજારનું નુકશાન

સિંગવડ: સિંગવડ તાલુકા ની રાઠોડના ડુંગરપુર ગામે 27 11 ટાઈમ 12 થી 28 11 9:00 દરમિયાન પ્રાથમિક શાળામાં કોઇ કારણોસર આગ લાગી જવા પામી હતી જ્યારે તેની જાણ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારીયા ને થતાં તેમને પ્રાથમિક શાળામાં આવીને દેખતા શાળાના ઓફિસ રૂમ માં આગ લાગી રૂમમાં રાખેલ ટેબલ તથા લાઇબ્રેરીના પુસ્તકો એક કસોટીનો પુસ્તકો તથા મલ્ટી સ્પીકર બળીને ખાખ થઇ જવા પામ્યું હતું જ્યારે આગ લાગવાના કારણે ઓફિસમાં રાખેલ ટીવી સેટપ બોક્સ તથા છત ઉપર ના લગાવે ઇલેક્ટ્રિક પંખા તથા ફોટાને આગ ની ગરમી ના કારણે ઓગળી જવા પામ્યો હતો જ્યારે અંદાજે ૨૦ હજાર રૂપિયા જેવું નુકસાન થવા પામ્યું હતું આની જાણ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં કરતાં રંધીપુર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તથા એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી હતી.

Most Popular

To Top