Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વીવીઆઈપીની મુલાકાતથી જિલ્લાની કામગીરી ઠપ્પ થાય છે : વંદના ભટ્ટ

રાજપીપળા : નર્મદા (Narmada) જિલ્લામાં છાસવારે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની બેઠકોના આયોજનમાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર (Administration) કામે લાગેલ હોય, જેને કારણે જિલ્લાની તમામ વિભાગોની કામગીરી (Work) ઠપ્પ થઈ જાય છે. જિલ્લાના લોકો પોતાનાં કામો માટે કચેરીઓના (Offices) ધક્કા ખાતા હોય છે, એવી રજૂઆત નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટે ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને કરી છે.

  • નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટે ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને કરી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીમાં નર્મદા તંત્રને નહીં જોડાવા અને પ્રજાનાં કામો કરવા વંદના ભટ્ટે રજૂઆત કરી
  • નર્મદા જિલ્લામાં માત્ર 50 % કર્મચારીઓ, અધિકારીઓ ઇનચાર્જ તરીકે કામગીરી કરતા આવેલા છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ પરંતુ કેવડિયામાં બેઠકો થાય છે, આખું તંત્ર કામે લાગેલું રહેતું હોવાથી જિલ્લામાં અન્ય કોઈ કામ થતું નથી
  • આદિવાસી પછાત વિસ્તારોના નાગરિકો પોતાના રોજબરોજના કચેરીઓના કામ માટે આવે છે એમને આવવા જવાના ભાડા માટે નાણાકીય નુકસાન ભોગવવું પડે છે

નર્મદા જિલ્લા બાર એસોસિએશનનાં પ્રમુખ એડ.વંદના ભટ્ટે રજૂઆતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) કામગીરીમાં નર્મદા તંત્રને નહીં જોડાવા અને પ્રજાનાં કામો કરવા રજૂઆત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ છે. પરંતુ કેવડિયામાં બેઠકો થાય છે તેમાં આખું તંત્ર કામે લાગેલું રહેતું હોવાથી જિલ્લામાં અન્ય કોઈ કામ થતું નથી. કેવડિયામાં યોજાતી શિબિરોમાં અધિકારીઓને ત્યાં રોકાવાના હુકમો થાય છે, જેથી વિસ્તારના નાગરિકોને કામમાં ઘણી મુશ્કેલી પડે છે. તથા ઘણાં કામ સમયસર થતાં નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વહીવટી તંત્રના અલગ-અલગ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ત્યાં રોકાવવાના કારણોસર અત્રેના આદિવાસી પછાત વિસ્તારોના નાગરિકો પોતાના રોજબરોજના કચેરીઓના કામ માટે આવે છે એમને આવવા જવાના ભાડા માટે નાણાકીય નુકસાન ભોગવવું પડે છે.

નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર વગેરે તંત્ર જેઓ હાલ પણ નર્મદા જિલ્લામાં માત્ર 50 % કર્મચારીઓ, અધિકારીઓ ઇનચાર્જ તરીકે કામગીરી કરતા આવેલા છે. તો ફુલ ટાઇમ અધિકારીઓની નિમણૂકો કરવામાં આવે અને સત્તામંડળનું અલાયદું તંત્ર છે. તો નર્મદા તંત્રની જગ્યાએ એમનો ઉપયોગ કરવામાં આવે.

Most Popular

To Top