Sports

લખનઉ તોતિંગ સ્કોર સામે કચડાયેલું પંજાબ હાર્યુ

મોહાલી : આઇપીએલની (IPL) અહીં રમાયેલી મેચમાં માર્કસ સ્ટોઇનિસ અને કાઇલ માયર્સની તોફાની અર્ધસદીઓ ઉપરાંત આયુષ બદોની અને નિકોલસ પૂરનની તોફાની ઇનિંગ્સની મદદથી લખનઉ સુપર જાયન્ટસે (LSG) આઇપીએલ ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર 4 વિકેટે 257 રન બનાવીને મુકેલા 258 રનના વિશાળ લક્ષ્યાંક સામે પંજાબ કિંગ્સ (PBKS) 201 રનમાં ઓલઆઉટ થતાં લખનઉએ 56 રને મેચ જીતી લીધી હતી.

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી પંજાબ માટે એકમાત્ર અર્થવ તાઇડેએ 36 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી, જ્યારે તેના સિવાય સિકંદર રઝા 36, લિયમ લિવિંગસ્ટોન 23, જિતેશ શર્મા 24 અને સેમ કરને 21 રન કર્યા હતા. આ સિવાય કોઇ બે આંકડે પહોંચી શક્યું નહોતું. પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સને કાઇલ માયર્સે આક્રમક શરૂઆત અપાવી હતી. 3.2 ઓવરમાં કેએલ રાહુલ માત્ર 12 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 1 વિકેટે 41 રન હતો. માયર્સ 24 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 54 રન કરીને આઉટ થયો હતો. તે પછી જો કે બદોની અને સ્ટોઇનિસે ટીમની રનગતિને ધીમી પડવા દીધી ન હતી અને બંનેએ જોરદાર ફટકાબાજી ચાલુ રાખી હતી. બદોની 24 બોલમાં 43 રન કરીને આઉટ થયો તે પછી સ્ટોઇનિસ સાથે જોડાયેલા પૂરને પણ ફટાફટી ચાલુ રાખી હતી. સ્ટોઇનિંસ 40 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 72 રન કરીને જ્યારે પૂરન 19 બોલમાં 45 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 5 વિકેટે 251 રન હતો.

Most Popular

To Top