Comments

ગોધરાથી બિહાર : આ તે કેવો નિર્ણય?

ગુજરાતમાં બિલકિસ બાનુ કેસના ૧૧ આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કાન ભંભેર્યા છે. આજીવન કેદની સજા પામેલા આ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં રાહત માટે અરજ કરી અને કોર્ટે ગુજરાત સરકારને નિર્ણય લેવા કહ્યું. ગુજરાત સરકારે બધાને માફી આપી અને ગોધરા જેલમાંથી મુક્ત કરી દીધા. આ નિર્ણયનો ખૂબ વિવાદ થયો અને સુપ્રીમમાં વાત પહોંચી અને કોર્ટે ગુજરાત સરકારને આ મુદે્ ખખડાવી છે. જવાબ માંગ્યો છે.

ગુજરાતના પગલે બિહારની નીતીશ સરકાર ચાલી છે. તાજેતરમાં બિહાર સરકારે જેલ અધિનિયમમાં સુધારા કર્યા ને એ સુધારા તળે જેલમાં આજીવન કેદ કાપી રહેલા પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ તોમર અને એની સાથે અન્ય ૨૭ લોકોને પણ છોડી મુકાયા અને હવે આ નિર્ણય સામે વિરોધ ઊઠ્યો છે.

આનંદ મોહન સિંહ ગેંગસ્ટરમાંથી બનેલા નેતા છે અને ૧૯૯૪માં ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જી. કૃશનૈયાણી ટોળાએ હત્યા કરી હતી અને એ ટોળાને ઉશ્કેરવામાં આનંદ મોહનની ભૂમિકા હતી. ૨૦૦૭માં કોર્ટે આ બધાને ફાંસીની સજા ફરમાવી. ફાંસીણી સજા ફરમાવાઈ હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. પણ આનંદ મોહન અપીલમાં ગયા અને એની સજા ઘટાડાઈ, આજીવન કેદ કરી દેવાઈ અને હવે બિહાર સરકારે જેલ અધિનિયમમાં સુધારા કર્યા અને એ તળે એનો છુટકારો થયો અને અન્યને પણ છોડવામાં આવ્યા.

મજાની વાત એ છે કે, આ મુદે્ કોંગ્રેસે નીતીશ કુમાર સરકારની ટીકાઓ કરી છે. પણ ભાજપ ટીકા કરવાથી બચે છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે અને કેટલાક નેતાઓ આનંદ મોહનને છોડવાની વાત આવકારી છે પણ એની સાથેનાને છોડવા મુદે્ વિરોધ કર્યો. જે અધિકારીની હત્યા થઈ એનાં પત્ની અને દીકરીએ વિરોધ કર્યો છે. એટલું જ નહીં આઈએએસ સંગઠને પણ વિરોધ કર્યો અને સરકારના નિર્ણય પર ફેરવિચારણા કરવા કહ્યું છે. નીતિશ સરકાર ટીકાઓ સામે ગુજરાતના બિલિકસ બાનુ કેસના આરોપીઓને છોડવાની વાતને આગળ ધરે છે.

આ આનંદ મોહન બહુ પહોંચેલી માયા છે. એમની સંબંધ કોંગ્રેસ, સપા , રાજડ અને જેડીયું બધા સાથે રહ્યો છે. એના દીકરાના લગ્નમાં નીતીશ કુમાર પણ હાજર હતા. અને જેલમાં આનંદ મોહને કવિટોય લખી , આત્મકથા લખી એની ય ચર્ચા હતી. રાજકારણ કઈ હદે નીચે ઊતરી ગયું છે એનો આ પુરાવો છે. યુપીમાં જાહેરમાં પોલીસ સુરક્ષા તળે ગેંગસ્ટર અને નેતા અતિક અને એના ભાઈની હત્યા થાય છે. એની ઉજવણી થાય છે. યોગી સરકારની વાહવાહ થાય છે. સવાલ ગેંગસ્ટરની હત્યાનો નથી, પણ જાહેરમાં કોઈ હત્યા થઈ શકે છે એણે એવા દાખલો બેસે તો બીજાને પણ લાઈસન્સ મળી જાય છે એ મુદો્ છે. હવે ગુજરાત બાદ બિહારમાં ગેંગસ્ટર – નેતા આનંદ મોહનને છોડી મૂકવામાં આવે છે. જાહેરમાં કોઈ અધિકારીને કાર બહાર ખેંચી હત્યા કરવામાં આવે એના આરોપીઓને કેમ છોડી શકાય? આવા દાખલા દેવામાં આવે એ કોઈ પણ રીતે

ન્યાયી કઈ રીતે ઠેરવી શકાય?
અને સવાલ એ પણ છે કે, બિલકિસ બાનુ કેસના આરોપી હોય કે અતિકની જાહેરમાં હત્યા હોય કે, આનંદ મોહનની મુક્તિ હોય, નેતાગીરી આ મુદે્ મૌન રહે છે અને આખરે કોર્ટમાં મામલો જાય છે. જાહેર જીવનના અગ્રણીઓનું મૌન પણ કનડે એવું છે.

મધ્યપ્રદેશમાં ફરી શિવરાજ?
મધ્યપ્રદેશમાં આ વર્ષે જ ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં કોંગ્રેસનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે પણ મધ્યપ્રદેશમાં શું ફરી ભાજપ સત્તા મેળવી શકશે? અને ભાજપ મોવડી મંડળ દ્વારા નિર્ણય થઈ ચૂક્યો છે કે, ચૂંટણી તો શિવરાજ સિંહની આગેવાનીમાં જ લડાશે અને એનું આશ્ચર્ય એટલા માટે છે કે, યશોધરા રાજે સિંધિયા નારાજ છે અને એ ચૂંટણી માટે તૈયારી કરી રહ્યાં છે. શિવરાજ શાસનના એ ટીકાકાર છે. ભાજપ મોવડી મંડળ એમને દાદ આપતું નથી અને અફવા એવી ય છે કે, એ સિંધિયા કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. જેમ જ્યોતિદારિત્ય સિંધિયાએ લીધો હતો.

જો કે, નરેન્દ્ર મોદીથી માંડી પક્ષ પ્રમુખ નડા આ રાજ્યના પ્રવાસે આવી ચૂક્યા છે. લાડલી બહેના યોજના મધ્યપ્રદેશ સરકારે લાગુ પાડી છે એના પર ભાજપને બહુ આશા છે. આ યોજના તળે ગરીબ મહિલાઓને દર મહિને રૂ. ૧૦૦૦ આપવાની જોગવાઈ છે. ઉપરાંત , ભાજપે પ્રચાર અભિયાનની શરૂઆત છીન્દવાડાથી કરી. કારણ કે આ એક જ એવું ક્ષેત્ર છે, જ્યાં ભાજપ ૧૯૮૦ના દાયકાથી જીત્યું નથી. પછી એ ધારાસભા હોય કે લોકસભા અને કોંગ્રેસ નેતા કમલનાથ પણ અહીથી જ ધારાસભામાં ચૂંટાયા છે. કોંગ્રેસે નેતા તરીકે કમલનાથની પસદંગી કરી છે અને દિગ્ગી રાજયનો એને પૂરો ટેકો છે. જો કે, કોંગ્રેસમાં ઘણી બધી સમસ્યા છે. તો ભાજપમાં પણ બધું બરાબર નથી અને અહીં પણ કોઈ પક્ષ સતત બીજી વાર સત્તા પર આવતો નથી.

મધ્યપ્રદેશમાં વિદેશી ચિત્તા પર જોખમ?
મધ્યપ્રદેશના કૂનો જંગલમાં નામીબીયાથી બે વર્ષમાં ૨૦ ચિત્તા આવ્યા છે અને એમાંથી બે ચિત્તાનું મોત થયું છે. બે ચિત્તા જંગલમાંથી બહાર આવી ગયા અને હવે આ જંગલમાં એક શિકારી પકડાયો છે, જેની પાસે બંદૂક અને અન્ય સાધનો પકડાયાં છે. શું વિદેશી ચિત્તાઓને આ જંગલ ફાવ્યું નથી? શું ત્યાં શિકારનો કોઈ કારસો ચાલે છે? ગુજરાતના સિંહોને આ જંગલમાં જ મોકલવાની ડિમાન્ડ હતી. પણ ગુજરાતે એનો વિરોધ કર્યો અને વાત અટકી પડી. અગાઉ કેટલુંક આવું સ્થળાંતર યોગ્ય  નહોતું. સિંહોનાં મોત પણ થયાં હતાં. આ મુદે્ પૂરો અભ્યાસ થવો જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top