Sports

ભારત સામેની ટી-20 સીરિઝ માટે ઇંગ્લેન્ડની 16 સભ્યોની ટીમ જાહેર, બટલર-બેયરસ્ટોની વાપસી

અમદાવાદ ખાતે માર્ચની 12મીથી 20મી દરમિયાન રમાનારી પાંચ ટી-20 ઇન્ટરનેશનલની સીરિઝ માટે ઇંગ્લેન્ડે આજે જાહેર કરેલી 16 સભ્યોની ટીમમાં સીનિયર વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર અને જોની બેયરસ્ટોને સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ લિયમ લિવિંગસ્ટોન, માર્ક વુડ તેમજ સેમ કરેનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બટલર ભારત સામેની પ્રથમ ટેસ્ટ પછી સ્વદેશ પરત ફર્યો હતો, જ્યારે બેયરસ્ટોને પહેલી બે ટેસ્ટ માટે રોટેશન નીતિને કારણે આરામ આપવામાં આવ્યો છે. દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ હવે મર્યાદિત ઓવરોની મેચ રમતા નથી, જો કે જોફ્રા આર્ચર પાંચ મેચની આ સીરિઝ માટે ઉપલબ્ધ છે. આ ટીમમાં ટી-20 સ્પેશિયાલિસ્ટ ડેવિડ મલાનને પણ સામેલ કરવામાં આવ્યો છે.

ટી-20 સીરિઝ માટેની ઇંગ્લેન્ડની ટીમ : ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરેન, ટોમ કરેન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લે, માર્ક વુડ

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top