National

શ્રદ્ધાનું મર્ડર કરનાર આફતાબે જજની સામે કહ્યું- ‘જે પણ થયું તે હિટ ઓફ ધ મોમેન્ટ હતું’

નવી દિલ્હી: દિલ્હીનો (Delhi) ચકચારી શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha murder Case) આરોપી આફતાબે (Aftab) કોર્ટમાં (Court) પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આ સાથે જ આફતાબની પોલીસ કસ્ટડી ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં આરોપી આફતાબે જજની સામે કહ્યું કે જે પણ થયું તે હીટ ઓફ ધ મોમેન્ટ (Hit of the moment) હતું. એટલે કે તેણે જે પણ કર્યું તે વિચાર્યા વગર ગુસ્સામાં કર્યું હતું. તમને જણાવી દઈએ કે આફતાબને આજે વિશેષ સુનાવણી હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં આરોપી આફતાબે કહ્યું કે તે તપાસમાં સહકાર આપી રહ્યો છે. તેણે મૃતદેહના ટુકડા ક્યાં ફેંક્યા તેની માહિતી આપી હતી. આફતાબે કહ્યું કે તે બધું કહી દેશે, પરંતુ ઘટનાને લાંબો સમય થવાને કારણે તેને ઘણી બધી બાબતો યાદ નથી. આફતાબના વકીલના કહેવા પ્રમાણે, તેને બરાબર યાદ નથી કે તેણે આ આરી ક્યાંથી ખરીદી હતી. આફતાબે એ તળાવનો મેપ પણ બનાવ્યો છે જ્યાં તેણે શ્રદ્ધાનું માથું ફેંક્યું હતું.

મહેરૌલીથી પોલીસને શ્રદ્ધાનું જડબું મળ્યું
આ પહેલા પોલીસે સોમવારે મહેરૌલીના જંગલોમાંથી એક જડબું અને કેટલાક હાડકાં મળી આવ્યા હતા. દિલ્હી પોલીસ તેને ડેન્ટિસ્ટ પાસે લઈ ગઈ છે, જેથી એ જાણી શકાય કે આ જડબા શ્રદ્ધાનું છે કે નહીં. ડેન્ટીસ્ટે આ જડબાની તપાસ શરૂ કરી છે.

નાર્કો ટેસ્ટ પહેલા પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે
સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ થઈ શક્યો ન હતો. કારણ કે નાર્કો ટેસ્ટ પહેલા આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો હોય છે. આ પહેલા ગુરુવારે કોર્ટે દિલ્હી પોલીસને 5 દિવસમાં આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. સોમવારે દિલ્હી પોલીસે કોર્ટ પાસે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબે પણ તેની સંમતિ આપી દીધી છે.

આફતાબે હથિયારો ક્યાં ફેંક્યા હતા, પૂછપરછ દરમિયાન થયો ખુલાસો?
મળતી માહિતી અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબે તે જગ્યા જણાવી છે જ્યાં તેણે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલ હથિયાર ફેંક્યું હતું. પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યું કે તેણે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલ આરી અને બ્લેડ ગુરુગ્રામના DLF ફેઝ 3ની ઝાડીઓમાં ફેંકી દીધા હતા. જ્યારે, તેણે ચપ્પુ મહેરૌલીના 100 ફૂટ રોડ સ્થિત એક ડસ્ટબિનમાં ફેંક્યું હતું.

દિલ્હી પોલીસની ટીમે ગુરુગ્રામમાં બે વાર તે ઝાડીઓની તપાસ કરી હતી. 18 નવેમ્બરે અહીં તપાસ કર્યા પછી, દિલ્હી પોલીસની ટીમ ગુરુગ્રામની ઝાડીઓમાંથી કેટલાક પુરાવા સાથે બહાર આવી, જેને CFSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ પછી, 19 નવેમ્બરે દિલ્હી પોલીસ તપાસ માટે મેટલ ડિટેક્ટર સાથે ગુરુગ્રામ ગઈ હતી, પરંતુ તે દિવસે દિલ્હી પોલીસ ખાલી હાથે પાછી આવી હતી.

મૈદાનગઢીનું તળાવ ખાલી કરવાનું બંધ કર્યું
હજુ સુધી પોલીસને હત્યામાં વપરાયેલ હથિયાર, શ્રદ્ધાના શરીરના બાકીના ટુકડા જેવા મહત્વના પુરાવા મળ્યા નથી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સર્ચ ચાલુ છે. મૈદાનગઢીનું તળાવ પણ ખાલી કરવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસે સોમવારે તળાવ ખાલી કરવાનું બંધ કરવું પડ્યું હતું. કારણ કે ગટરનું પાણી તેમાં પડી રહ્યું છે. પોલીસે રવિવારે 1 લાખ લીટર પાણી ખાલી કરાવ્યું હતું. પરંતુ ગટરમાંથી પાણી આવતાં તળાવ ફરી એ હદે ભરાઈ ગયું હતું. આવી સ્થિતિમાં પોલીસ ગોતાખોરોની મદદ લેવાનું વિચારી રહી છે. જો કે, તે એટલું સરળ પણ નથી, કારણ કે તળાવમાં ઘણો કાટમાળ છે.

Most Popular

To Top