National

વાવાઝોડામાં ડૂબી ગયેલા જહાજ બાર્જ P-305નું રેસક્યૂ: 14 મૃતદેહો મુંબઈના સમુદ્રમાંથી મળ્યા, 75 લોકો હજી લાપતા

મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે 7 વાગ્યે આ જહાજ ડૂબી ગયું (Ship Sinking) હતું જેનું રેસ્ક્યૂ (Rescue) ઓપરેશન મુંબઈના સમુદ્રમાં (Sea) ચાલુ છે. આ દરમિયાન ભારતીય નેવીને 14 મૃતદેહ મળ્યા છે. જહાજમાં ફસાયેલા 261 લોકોમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 75 લોકો હજુ પણ ગૂમ છે અને તેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ બાર્જ જહાજ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા.  ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

બાર્જ પી 305 વાવાઝોડાના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલા મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-305 પર સવાર 184 કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ કોલકાતા આ લોકોને લઈને મુંબઈના પોર્ટ પર પરત ફરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ, પી81 પ્લેન અને હેલિકોપ્ટરોની મદદથી તલાશ અને બચાવ અભિયાન ચાલુ છે.

બાર્જ P305 સિવાય ગાલ કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયેલા છે, આ તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. બાર્જ SS-3 પર 202 અને સાગર ભૂષણ પર 101 લોકો ફસાયા હતા. નેવીના જણાવ્યા પ્રમાણે આ જહાજના તમામ લોકો સુરક્ષિત છે અને તેમને ખાવા-પીવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.  (Barge P305) બાર્જ પી 305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવી હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે. 

આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલી ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના 38 કર્મચારી સહિત 101 લોકો સવાર હતા. મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ બ્યાસ, બેતવા અને તેગ – પી-305 માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા. સાથોસાથ પી-8 આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

વેસ્ટર્ન નૌસેના કમાન્ડના વાઇસ-એડમિરલ એમ.એસ. પવારે કહ્યું હતું કે ‘અમે છેલ્લા 4 દશકામાં જોયેલી તમામ રાહત અને બચાવ કામગીરીમાં આ સૌથી પડકારજનક છે. મુંબઈથી 60 કિ.મી.ના અંતરે આ બાર્જ P305 ડૂબી ગયું છે, જેમાંથી લોકોને બચાવવા માટે 4 INS ઓફિસર પણ સામેલ રહ્યા છે.

Most Popular

To Top