Madhya Gujarat

લાંભવેલમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધ મહિલાની હત્યા

       આણંદ: આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ અગાઉ પણ બે કે ત્રણ વખત હુમલા કરી ચુક્યો છે. વૃધ્ધ મહિલાની હત્યા કરી આરોપી તિક્ષ્ણ હથિયાર અન્યને મારવા જેમ તેમ વીંઝતો હોઈ હત્યારાને ગામ લોકોએ ધીબી નાખી પોલીસને હવાલે કર્યો છે.

આણંદના લાંભવેલ ખાતે રહેતા 65 વર્ષીય રંજનબેન પટેલની દીકરીના લગ્ન ચકલાસીના નિકુંજ બારોટ નામના યુવક સાથે થયા હતા. નિકુંજ બારોટ ખરાબ અને સાયકો પ્રકારની માનસિકતા ધરાવતો હતો તેની પત્ની પોતાના પિયર લાંભવેલ ખાતે આવતી હતી ત્યારે પણ અહીં આવી અવારનવાર પત્ની સાથે ઝગડા અને મારઝૂડ કરતો હતો.

નિકુંજના વ્યવહારથી તંગ આવી રંજનબેનની દીકરીએ તેની સાથે છૂટાછેડા લીધા હતા અને બીજા લગ્ન કર્યા હતા. લગ્ન ભંગાણ થયા તેમજ પૂર્વ પેમિકા અને પત્નીનો અન્ય ઘરસંસાર શરૂ કરતાં આરોપી બદલાની ભાવનાથી પીડાતો હતો.

ગામના જ યુવાન ભૂમિત પટેલે લાગ જોઈ એક લાકડી દ્વારા હત્યારા નિકુંજ બારોટ ઉપર ઘા કરતા તે પણ જમીને પટકાયો હતો. ગામ લોકો એ ભેગા થઈ તેને ઝડપી લીધો હતો. ગામલોકોએ પોલીસને ફોન કરતા આણંદ ગ્રામ્ય પોલીસ સ્થળ ઉપર હત્યારાને ઝડપી લીધો હતો. મહત્વનું છે કે હત્યારા નિકુંજ બારોટે આ અગાઉ પણ મૃતકના પાડોશી દીપિકા બેન ઉપર બે વાર હુમલો કરી ચુક્યો છે.

મૃતક રંજનબેન પટેલના દીકરા ઉપર પણ એક વાર હુમલો કરી ચુક્યો છે.આ બાબતની પોલીસ ફરિયાદો પણ થઈ છે.આ વખતે પણ હત્યારો નિકુંજ બારોટ હત્યા કરવાના આશય થી નશામાં ચકચૂર થઈ ને જ પૂર્વ સાસરીએ પહોંચ્યો હતો.

પ્રત્યક્ષદર્શી પાડોશી દીપિકા બહેન પટેલના જણાવ્યા મુજબ તેઓ 4 મહિલાઓ રહેણાંકના સ્થળે વાતો કરતા હતા ત્યારે આરોપી ઘર પાસે ધસી આવ્યો હતો. ગમે તેમ ગાળો બોલતો હતો. તેનું વર્તન અને માનસિકતા સાયકો પ્રકારની હોઈ અને ડઘાઈ ગયા હતા. અમે ઘરના ઝાંપાની અંદર ગયા પણ મૃતક રંજન બહેન બહાર હતા. હત્યારા નિકુંજે હત્યા કરી નાંખી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top