National

સિલ્વર મેડાલિસ્ટ શૈલી સિંહ મારો નેશનલ રેકોર્ડ તોડી શકે છે: બ્રોન્ઝ મેડાલિસ્ટ અંજુ બોબી જ્યોર્જ

નવી દિલ્હી : ભારત (India)ની લોંગ જમ્પ (long jump) એથ્લેટ શૈલી સિંહે (shaily singh) હાલમાં જ અંડર 20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (athletic championship)માં સિલ્વર મેડલ (silver medal) જીતીને દેશની નામના ફેલાવી હતી. નૈરોબીમાં રમાતી આ ચેમ્પિયનશિપમાં શૈલીએ 6.59ની છલાંગ લગાવીને બીજો ક્રમ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

17 વર્ષિય શૈલીએ પોતાની ત્રીજી છલાંગમાં આ અંતર મેળવ્યું હતું. 2003માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંજુ બોબી જ્યોર્જે (Anju baby George) કહ્યું હતું કે શૈલી મારો નેશનલ રેકોર્ડ (national record) તોડી શકે છે. અંજૂનો નેશનલ રેકોર્ડ 6.83 મીટરનો છે. તેના જણાવ્યા અનુસાર ઓલિમ્પિક્સ મેડલ જીતવાની ક્ષમતા છે. અંજુએ શૈલીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે નેશનલ રેકોર્ડ સુધારી શકે છે. અમારું મુખ્ય લક્ષ્ય શૈલીને ઓલિમ્પિક્સ પોડિયમ સુધી લઇ જવાનું છે. જો કોઇ મારું ટ્રેઇની મેડલ જીતશે તો હું તેને મારો પોતાનો મેડલ માનીને ચાલીશ. અંજુએ 2004ના એથેન્સ ઓલિમ્પિક ગેમ્સમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં તે પાંચમા સ્થાને રહી હતી. શૈલીને અંજુ સલાહ આપે છે અને તેનો પતિ રોબર્ટ બોબી જ્યોર્જ તેનો કોચ છે.

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યા પછી ભારતની નજર હવે મંગળવારથી શરૂ થઇ રહેલી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ટકેલી છે અને આશા છે કે 54 ખેલાડીઓની ટુકડી દેશને આ પ્રતિષ્ઠિત ગેમ્સમાં પહેલીવાર બે આંકડામાં મેડલ અપાવી શકે છે. રિયો 2016 પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા સ્ટાર ભાલા ફેંક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા અને હાઇ જમ્પનો સ્ટાર મરિયપ્પન થંગાવેલુ ભારતના અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીની આગેવાની સંભાળશે. ભારતને આ ગેમ્સમાં પાંચ ગોલ્ડ સહિત કુલ 15 મેડલ જીતવાની આશા છે. કોરોનાના કારણે પેરાલિમ્પિક્સનું આયોજન આકરી સુરક્ષા અને આરોગ્ય નિયમો વચ્ચે થઇ રહ્યું છે. ભારત પેરાલિમ્પિક ગેમ્સની 9 રમતોમાં ભાગ લેશે. રોગચાળાના કારણે કેટલાક દેશોએ જો કે પેરાલિમ્પિક્સમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ખેલાડીઓ અભૂતપૂર્વ સફળતા મેળવે એવી આશા રાખવામાં કંઇ ખોટું નથી. કારણકે વર્લ્ડ રેન્કિંગમાં ઓછામાં ઓછા 4 ભારતીય નંબર વન છે. જ્યારે છ પેરા એથ્લેટની વર્લ્ડ રેન્કિંગ 2 છે. જ્યારે 10 ખેલાડીની રેન્કિંગ 3 છે.

ભારતે 1972માં પહેલીવાર પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ ગેમ્સમાં 12 મેડલ જીત્યા છે. જો ભારત આ વખતે આશા અનુસારની સફળતા મેળવશે તો મેડલ ટેલિમાં ટોપ 25માં તેનું સ્થાન નિશ્ચિત છે. ભારત 2016ના રિયો પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલની સાથે 43માં ક્રમે રહ્યું હતું.

Most Popular

To Top