શેરબજારમાં કડાકો : સેન્સેક્સ 1410 પોઈન્ટ તૂટ્યો, જાણો કયા શેર્સના ભાવમાં કેટલો ઘટાડો થયો?

શેરબજારમાં (Sensex) સવારે જે ઘટાડો જોવા મળ્યો હતો તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. સેન્સેક્સ 1410 અંક ઘટી 58,225.34 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 375 અંક ઘટી 17389 પર છે. 2 કલાકમાં માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂપિયા ઘટી છે. Paytmનો શેર 17.49 ટકા ઘટી 1292 પર કારોબાર કરી રહ્યો છે. શેરમાં આજે વધુ 272 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે શેર પ્રથમ દિવસે 27 ટકા તૂટીને 1564 રૂપિયા પર બંધ રહ્યો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) પર, બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) સૌથી વધુ 5.49% ઘટ્યો હતો. જ્યારે રિલાયન્સનો (Reliance) શેર 4.17% ઘટ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange) એટલે કે નિફ્ટી 319.25 પોઈન્ટ ઘટીને 17,445.55 પોઈન્ટ પર ટ્રેડ (Trade) કરી રહ્યો હતો. 

  • આજે સવારે સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 3.34% તૂટ્યા હતા. તે જ સમયે, બજાજ ફાઇનાન્સ, એલટી, ટાઇટન, એચડીએફસી, ડૉ રેડ્ડીના શેરમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. 

શેરબજારની શરૂઆત આજે નિરાશાજનક રહી હતી. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9:18 વાગ્યે, 30-સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 9:18 વાગ્યે 325.28 અથવા 0.55% ઘટીને 59,310.73 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 133.85 પોઇન્ટના ઘટાડા સાથે 17,764.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સવારે ફરીથી Paytmના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 

શેરબજારમાં ઘટાડો આગામી કલાકો સુધી પણ ચાલુ રહ્યો હતો. સવારે 10:30 વાગ્યે સેન્સેક્સમાં ઘટાડો વધીને 653 પોઈન્ટ થઈ ગયો હતો. ત્યાર બાદ 30 સેન્સિટિવ ઈન્ડેક્સ સાથે સેન્સેક્સ 58,982.06 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પહેલા દોઢ કલાક બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટી 117.50 પોઈન્ટના ઘટાડા સાથે 17,587.30 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજે સવારે સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 3.34% તૂટ્યા હતા. તે જ સમયે, બજાજ ફાઇનાન્સ, એલટી, ટાઇટન, એચડીએફસી, ડૉ રેડ્ડીના શેરમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ભારતી એરટેલ આજે સવારે લીલા નિશાનથી ઉપર ટ્રેડ કરી રહી હતી. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવરે પણ પોઝિટિવ શરૂઆત કરી હતી. 

Related Posts