Gujarat

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓની ફી વધારી શકશે, જોકે અતિશય વધારે ફી નહીં લઈ શકે: હાઇકોર્ટ

અમદાવાદ: રાજ્યમાં ખાનગી શાળાઓની (Private School) ફી (Fees) વધારાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat HighCourt) થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને શાળાઓની સુવિધાને અનુરૂપ ફીમાં વધારો કરી શકશે, પરંતુ કોઈ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અતિશય વધારો કરી શકશે નહીં, તેવો મહત્વપૂર્ણ આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો હતો.

હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે ખાનગી શાળા પ્રવેશ, સત્ર અને ટ્યુશન ફી વસુલી શકે છે. ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં તેમજ ભવિષ્યની સુવિધાઓ અંગેની ફી માટે અલગથી દરેક કેસમાં અગલ અલગ નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત શિક્ષકોના પગાર તેમજ ઇન્ક્રીમેન્ટના મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) તપાસ કર્યા વિના કોઈ નિર્ણય કરી શકશે નહીં. ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલા ક્લેમને એફઆરસી પૂરતી ચકાસણી કર્યા વગર નકારી શકશે નહીં. એફઆરસી શાળાની લીઝ કે ભાડાની રકમનો ખર્ચ ઓછો કરી શકશે નહીં. ખાનગી શાળાઓએ બેંકમાંથી લીધેલી લોન પરની વ્યાજની રક્મ એફઆરસી કમિટીએ ધ્યાને લેવી પડશે, અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માંગી શકે છે. ફુગાવાના દરને ધ્યાનમાં રાખી ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વસૂલવામાં આવતા કેટલાક વાલીઓ દ્વારા ખાનગી શાળાઓ શિક્ષણ સિવાયની કોઈપણ પ્રકારની ફી વસુલી ના શકે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ ઉપર મુજબનો આદેશ કર્યો હતો.

Most Popular

To Top