Madhya Gujarat

સંજેલીમાં એક્સ્પાયરી ડેટના દૂધ સંજીવનીના પેકેટ ખુલ્લામાં ફેંકેલા મળી આવ્યા

દાહોદ: દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન કેટલાક ચોક્કસ વિસ્તારમાં સરકારની દૂધ સંજીવણી યોજનાના દૂધના પેકેતો રસ્તે રઝળતા મળી આવાની ઘટનાએ અનેક શંકા કુ શંકા ઓને જન્મ આપ્યો છે પ્રથમ જિલ્લાના ફતેપુરા બાદમાં સીંગવડ અને હવે સંજેલી વિસ્તારમાં એટલે કે 15 થી 20 કિલો મીટર જેવા વિસ્તારના ત્રિજ્યામાં આવેલા ગામોમાં દૂધ સંજીવણી યોજનાના છુટા છવાયા પાઉંચો મળી આવતા આ સમગ્ર બાબત કોઈ શડયંત્ર હોવાની આશંકા ઉભી કરી રહ્યું છે. જિલ્લામાં અગાઉ મળી આવેલા પાઉચ બાબતે તંત્ર એ ખુલાસો કર્યા પછી પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કે પોલીસ ફરિયાદ ના કરાતા પણ આશ્ચર્ય સર્જાયું છે તો આ મળી આવેલા પાઉચ ખરેખર દૂધ સંજીવની યોજનાના જ છે કે પછી તેની ખાલી થેલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તપાસ કરવાની બાબત છે.

જોકે એકજ મહિનામાં અલગ અલગ સ્થળોથી જાહેરમાં ફેંકી દેવાયેલા દૂધ સંજીવણી યોજનાના પાઉચ ખરેખર બાળકોનો મો નો કોલ્યો છીનવતા હોઈ છે કે પછી યોજનાના સાથે જોડાયેલી આખી ચેનમાં કામગીરી કરતા વ્યક્તિ વિશેષ ને ટારગેટ કરી બદનામ કરવા આ યોજનાકીય ઢબે કાર્ય કરાઈ રહ્યું છે. ત્યારે ત્રણેય જગ્યાએ મળી આવેલા પાઉંચો ની તારીખ અને બેચ નંબર તપાસ કરવામાં આવે તો ખરેખર આ અલગ અલગ દિવસની થેલીઓ છે કે પછી એકજ દિવસની બેચની એક્સ્પાયર થયેલી માર્ગ ઉપર ફેંકી રાજકીય રોટલો શેકવાનો ઈરાદો છે તે તપાસના અહેવાલ બાદજ ખબર પઢેજિલ્લામાં એકજ તરફના પોકેટમાંથી વારંવાર મળતી દૂધ સંજીવણી યોજનાની થેલીઓ રોડ ઉપર મળી આવવના કારણો કોણ કોને નિશાન બનાવી રહ્યું છે તે કળવું મુશ્કેલ છે.

ત્યારે જો સાચા અર્થમાં આ દૂધ સંજીવણી યોજના કુપોષિત બાળકોનું આહાર છીનવી લેતી હોય અને ટર્મના પેટ સુધી આ દૂધ પહોંચતું ના હોય તો એ બાબત પણ ખુબજ ગંભીર ગણી સકાય ત્યારે સંબંધિતો એ આ મુદ્દાને ગૌણ ગણવાને બદલે આધુનિક ઢબે ટેક્નિકલ સોર્ષ વૈજ્ઞાનિક સોર્ષ અને ખાનગી રહે પણ તપાસ કરી જો આ સડયંત્ર હોય તો આ સડયંત્ર પાછળ કોણ છે તેની તપાસ હાથ ધરવી જોઈએ અને તેમને ખુલ્લા પાડવા જોઈએ નહીતો આ પાઉચ ફેંકનાર અને કહેવાતી બેદરકારી દાખવનાર ઈસમોને પણ ખુલ્લા પાડી તેમની સામે કાયદેસર પગલાં લેવાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે ત્યારે આ બાબતની ઘનીષ્ઠ તપાસ હાથ ધરશે ખરી. ?

Most Popular

To Top