Madhya Gujarat

રુવાબભેર સ્ટેટસ મૂકતા કાલોલનાં રેતી અને માટીના માફિયાઓ

કાલોલ: કાલોલ ખાતે આવેલી ગોમા નદી કિનારે ધણા સમય થી પરવાનગી વગર માટી, રેતી નુ દરરોજ ખનન કરતા માફીયા ને કારણે સરકાર ને ખૂબ મોટું નુકસાન થાય છે. ગોમા નદીમાં ઠેર ઠેર મોટા ખાડા કરી રેતી કાઢતા ભૂવા પડેલા જોવા મળે છે. કાલોલ નગર મા એક પણ લીઝ આપવામાં આવી નથી. તેમ છતાં પણ ટ્રેકટરો, ટ્રક, જેશીબી મશીન,  મારફતે દરરોજની ટનબંધ માટી અને રેતી નુ વહન કરવામાં આવે છે.

કાલોલ તથા નજીક આવેલા દોલતપુરા નદી તથા જેતપુર, ગોળીબાર, કાલોલ ના વેરાઈ માતા ના  મંદિર પાસેથી  દરરોજ રેતી ભરેલા ંત્રીસ જેટલા ટ્રેકટરો, તથા માટી, બેટ ભરેલા દસ જેટલા ટ્રકો ખનન માફીયા દ્વારા બહાર કાઢવામાં આવે છે. અને સરકારી ખનીજ નુ સરેઆમ વેચાણ કરી લાખ્ખો રૂપિયા રળી લેવામાં આવે છે.

કાલોલ માં દરરોજ પાણી નીતરતા મોટી સંખ્યામાં ટ્રેક્ટરોરેતી ભરીને  પસાર થાય છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. દરરોજ ગોમા નદીમાંથી બળીયાદેવ મંદીર પાછળ  રેતી,માટી, બેટના આવા ખનનથી પર્યાવરણ ને પણ ખૂબ મોટું નુકસાન થાય છે ખેડૂતો ના ગ્રામજનો ના કૂવા ના પાણીના લેવલ પણ નીચા જાય છે.

નદી ના કિનારા નુ ધોવાણ થતા નજીક ના વિસ્તારો મા મુશ્કેલી પડે છે. સ્થાનિકો કે જેઓ બેટ ફળિયામાં વસવાટ કરે છે તેઓનો આવવા જવાનો રસ્તો પણ ખનન ને કારણે ધોવાઈ ગયો છે અને ઊંચાઈ પર આવેલા તેમના ઝૂપડા ના અસ્તીત્વ સામે પણ ખતરો પેદા  થયો છે. આ વિસ્તાર મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ની હદ માં આવતો હોવાથી સરપંચ અને તલાટી પણ આ ખનન અંગે મૌન ધારણ કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top