Madhya Gujarat

2,000ના પગારમાં આશાવર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ

શહેરા: શહેરા તાલુકાની આશાવર્કર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું,  તેઓની ફિક્સ વેતન સહિતની માંગણીઓ નહીં સ્વીકારવામા આવે તો આગામી સમયમાં અચોકકસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

શહેરામાં 200થી વધુ આશાવર્કર બહેનોએ કોરોના ના કહેર વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી હતી. હાલ માં આશાવર્કર બહેનોને ઉચ્ચક માનદ વેતન તરીકે દર મહિને રૂપિયા 2,000 જેટલો પગાર મળતો હોય છે.

આટલા પગાર આ બહેનોને ઘર સંસાર ચલાવુ મુશ્કેલ બનતુ હોય છે. ત્યારે ગીતા બહેન બારીઆ, વિણાબેન ભરવાડ,રેખા બેન ડાભી,ડામોર મણીબેન સહિતની બહેનોએ અધિક કલેકટર ને  આ બાબતે રજૂઆત સાથે  આવેદન પત્ર પાઠવ્યું હતુ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top