Gujarat Main

કોરોનાને તાત્કાલિક કાબૂમાં લાવો: રૂપાણી

આજે તા.12મી માર્ચના રોજ રાજ્યમાં કોરોનાના નવા 715 કેસો નોંધાયા છે. તેમાંયે સુરત મનપામાં 183 કેસો અને અમદાવાદ મનપામાં 141 કેસો નોંધાયા છે. જેના પગલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્વરિત કોરોનાને કાબૂમાં લાવવા પગલા લેવા મનપાના કમિશનરો તથા આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોર ગ્રુપની બેઠત યોજીને ચર્ચા કરી હતી.

રૂપાણીએ કોર ગ્રુપની બેઠકમાં કોરોનાના ત્વરીત નિયંત્રણ માટેના ઉપાયો, કોરોનાના દર્દીઓની સારવાર, હોસ્પિટલની વ્યવસ્થા, બેડ વગેરે મુદ્દે પણ ચર્ચા કરી હતી. રૂપાણી શુક્રવારે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ મનપાના કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તથા હારિત શુકલા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં કોરોના હંફાવે છે: નવા 715 કેસ, અમદાવાદ અને સુરત મનપામાં એક-એક મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 715 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં આજે કોરોનાથી અમદાવાદ અને સુરત મનપમાં એક-એક મૃત્યુ નોંધાયું છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4420 થયો છે. શુક્રવારે 495 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દી સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 96.95 ટકા રહ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 141, સુરત મનપામાં 183, વડોદરા મનપામાં 91, રાજકોટ મનપામાં 58, ભાવનગર મનપામાં 20, ગાંધીનગર મનપામાં 10, જામનગર મનપામાં 7 અને જૂનાગઢ મનપામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે. શુક્રવારે રાજ્યમાં 5 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 4006 વેન્ટિલેટર ઉપર 51 અને 3955 દર્દીઓ સ્ટેબલ છે.


રાજ્યમાં આજે 1,49,640 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 18,38,382 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. શુક્રવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,10,130 વ્યકિતઓનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top