Madhya Gujarat

ડાકોરમાં રસ્તાની વચ્ચોવચ મુકાયેલાં ટ્રેલરથી ટ્રાફિક જામ

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ ખેડાવાળની વાડી પાસે છેલ્લાં બે દિવસથી રોડ વચ્ચોવચ કચરો ભરેલું ટ્રેલર મુકી રાખવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી વેઠવી પડી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ગણેશ સિનેમાથી મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ ખેડાવાળની વાડી પાસે મં   ગળવારના રોજ સાંજના સમયે એક કચરો ભરેલાં ટ્રેક્ટરના ટાયરમાં ખામી સર્જાઈ  હોવાથી આ ટ્રેલરને ટ્રેક્ટરથી છુટુ પાડી ત્યાંને ત્યાં જ રોડ વચ્ચે જ મુકી રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ આ ટ્રેલર રોડ વચ્ચેથી હટાવવામાં આવ્યું ન હોવાથી માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તેમછતાં બેદરકાર તંત્ર દ્વારા આ ટ્રેલર હટાવવાની તસ્દી લેવામાં આવી ન હતી. જેને પગલે વાહનચાલકો રોષે ભરાયાં હતાં.

Most Popular

To Top