World

અમેરિકા અને ઇઝરાયેલનાં સબંધો બગડ્યા: USએ આપી ચેતવણી

નવી દિલ્હી: હમાસ (Hamas) એ ઇઝરાયેલ (Israel) વચ્ચે છેલ્લા એક મહિનાથી યુધ્ધ ચાલી રહ્યુ છે. જેમાં ગાઝામાં (Gaza) 10 હજારથી વધુ લોકોના મોત (Death) થયા છે તેમજ 25,000થી વધુ ઘાયલ (Injured) થયા છે. આ સંઘર્સમાં અમેરિકા (America) ઇઝરાયેલનુુું મિત્ર (Friend) બની સાથ આપી રહ્યુ છે. પરંતુ હવે આ બંન્ને મિત્રોના સબંધો બગડતા જણાઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાએ ઇઝરાયેલને ચેતવણી આપી છે.

  • નેતન્યહુએ ઇઝરાયેલને આપી ચેતવણી
  • ગાઝા ઉપર કબ્જો કરવો ઇઝરાયેલને ભારે પડી શકે છે
  • યુધ્ધવિરામ માટે ઇઝરાયેલે ચોખ્ખી ના પાડી
  • અમેરિકા અને ઇઝરાયેલની મિત્રતા બગડી શકે છે

મળતી માહિતી મુજબ વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે IDF દ્વારા ગાઝા પર ફરીથી કબ્જો કરવો એ યોગ્ય નથી. ઇઝરાયેલ અને તેના લોકો માટે આ નિર્ણય કપરો સાબિત થઇ શકે છે. આ હુમલા બાદ ગાઝાની જે પરીસ્થિતિ છે તે દયનિય છે અને 6 ઓક્ટોબર જેવી ઘટના ફરી બનવી જોઇયે નહી.

નેતન્યાહુએ ઇઝરરાયેલને ચેતવણી આપી
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સૂચન મુજબ વ્હાઇટ હાઉસે મંગળવારે ઇઝરાયેલને ગાઝા પર ફરીથી કબ્જો કરવા સામે ચેતવણી આપી હતી. નેતન્યાહૂએ સોમવારે કહ્યું હતું કે ગાઝાનુ સંચાલન એવા પક્ષો દ્વારા થવુુ જોઇયે જે હમાસના વિરોધી છે. તેમણે વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે ઇઝરાયેલ પાસે ગાઝાની સુરક્ષાની જવાબદારી થોડા સમય સુધી જ રહેશે.‘

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગયા મહિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગાઝા ઉપર કબ્જો કરવો ઇઝરાયેલ માટે મોટી ભૂલ સાબિત થઇ શકે છે. ત્યારે જવાબમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયેલના રાજદૂત માઇકલ હરઝોગે કહ્યું હતું કે ‘ઇઝરાયેલનો આ યુધ્ધમાં સંઘર્ષ પુર્ણ થયા બાદ ગાઝાને ઇઝરાયેલ સાથે જોડવાનો કોઇ વિચાર નથી.‘

ઈઝરાયેલના પીએમને અમેરિકાએ ઠપકો આપ્યો
અમેરિકાને લેબનોનમાં આ યુધ્ધની અસર જણાતા તેણે ઇઝરાયેલને યુધ્ધવિરામ માટે આગ્રહ કર્યો હતો. જેની સામે ઇઝરાયેલે યુધ્ધવિરામને હમાસના પક્ષમા એક સારો નિર્ણય ગણાવી વિરામની ના પાડી હતી. માટે નેતન્યાહુએ ઇઝરાયેલને ઠપકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગાઝામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે અને 25,408 લોકો ઘાયલ થયા છે.

Most Popular

To Top