Gujarat

સુરત સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ, મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

ગાંધીનગર: રાજયમાં વરસાદે(Rain) કહેર મચાવ્યો છે. ભારે વરસાદ(Heavy Rain))ના પગલે નદી-નાળાં છલકાઈ ગયાં છે. ડેમ(Dam) પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. તો અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. જો કે હજુ આગામી 2 દિવસ ગુજરાત(Gujarat) માટે ભારે છે. હવામાન વિભાગે બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી(Forecast) કરવામાં આવી છે. બીજી તરફ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે.

આ વિસ્તારોનું કરશે નિરીક્ષણ
તેઓ મુખ્ય સચિવ સાથે બોડેલી, નર્મદા, નવસારીમાં પરિસ્થિતિનો તાગ મેળવશે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ નિહાળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. બપોરે 1.30 વાગ્યે હવાઇ માર્ગે મુખ્યમંત્રી જવા રવાના થશે. તેઓ બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. તો વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.

7 જીલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 14 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકશે.

NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત
રાજ્યમાં ભારે વરસાદના પગલે બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમ તૈનાત છે. પંજાબથી NDRFની 5 ટીમો આવી પહોંચી છે. એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સર સાધનો સાથે જવાનો વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત અને વડોદરામાં સાવચેતીના પગલારૂપે આ NDRFના જવાનોની ટીમ તૈનાત કરાશે.

Most Popular

To Top