National

મને કોઇ પાંચ કરોડ રૂપિયા આપો તો હું વડાપ્રધાન મોદીને મારી નાખવા તૈયાર છું: વાયરલ પોસ્ટ

(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે, તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM,Narendra Modi) ને મારી નાખશે. આ પોસ્ટ ટૂંક સમયમાં વાયરલ થઈ ગઈ, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને 43 વર્ષીય આરોપીની ધરપકડ કરી.

આરોપી વ્યવસાયે રીઅલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે.પુડુચેરી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ સત્યનંદમ (Sathyanandam) તરીકે થઈ છે. તે આર્યનકૃપમ (Aryankuppam) ગામનો છે અને વ્યવસાયે રીઅલ એસ્ટેટ (Real estate) ઉદ્યોગપતિ છે. ગુરુવારે તેની ધરપકડ બાદ, તેને સ્થાનિક અદાલત(Court)માં રજૂ કરવામાં આવ્યો, જેણે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો.

આરોપી સામે ગંભીર કલમોમાં કેસ દાખલ

પોલીસના કહેવા મુજબ, પીએમ નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપી સત્યનંદમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ(IPC) 505 (1) અને 505 (2) હેઠળ નિવેદનો અને દુશ્મનાવટ કરવા માટે નફરતને પ્રોત્સાહન આપવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે આરોપીએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી . જેમાં લખ્યું હતું કે તે વડા પ્રધાનની હત્યા કરવા તૈયાર છે. જો કોઈ તેને 5 કરોડ આપવા તૈયાર થશે. એક કાર ડ્રાઇવરની નજર આ ફેસબુક પોસ્ટ પડતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસદ્વારા આ બાબત ની તપાસ હાથ ધરતા તે વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું અને તેની ધરપકડ કરી.

પુડુચેરી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ સત્યનંદમ તરીકે થઈ છે. તે આર્યનકૃપમ ગામનો છે અને વ્યવસાયે રીઅલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે. ગુરુવારે તેની ધરપકડ બાદ, તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો, જેણે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો.

આ પહેલા પણ ગોરખપુર યુનિવર્સિટી કાયદાના વિદ્યાર્થીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી . પોલીસે આ અંગે આપમેળે નોંધ લીધી હતી અને 17 જાન્યુઆરીના રોજ કેસ નોંધીને યાદવની ધરપકડ કરી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું, “અમને જાણવા મળ્યું હતું કે આરોપીએ વડા પ્રધાન અને મુખ્યમંત્રીના ચહેરાની છેડતી કરી તેને વાંધાજનક બનાવ્યો હતો.” જેથી જિલ્લાના ચૌરીચોરા વિસ્તારના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top