Business

આ બેંક પર RBIએ મૂક્યા પ્રતિબંધ, 6 મહિના સુધી ગ્રાહકો 1000થી વધુ રકમ ઉપાડી શકશે નહીં

નવી દિલ્હી (New Delhi): રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India -RBI) એ કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક કેટલાક પ્રતિબંધો લાદ્ય છે. સમાચાર આવ્યા છે કે RBIએ પ્રતિબંધો મૂક્યા પછી બેંક હવે આગલા આદેશ સુધી કોઈ નવી લોન આપી શકશે નહીં અથવા કોઈપણ પ્રકારની નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં.

જાણવા મળ્યુ છે કે નબળી આર્થિક સ્થિતિને કારણે આરબીઆઈએ આ સહકારી બેંક પર પ્રતિબંધ લાદ્યો છે. બેંકને 19 ફેબ્રુઆરી 2021 થી 6 મહિના માટે વ્યવસાય કરવા પર પ્રતિબંધ હશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી કે આ પ્રતિબંધનો અર્થ કોઈપણ જગ્યાએથી બેંકનું લાઇસન્સ રદ કરવાનો નથી. બેંક પ્રતિબંધ સાથે બેન્કિંગ સેવાઓ ચલાવી શકે છે. ત્યાં સુધી બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. તે પછી બેંકની આર્થિક સધ્ધરતાની સમીક્ષા કરવામાં આવશે.

આ પ્રતિબંધનો અર્થ છે કે ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક હાલમાં નવું રોકાણ કરી શકશે નહીં.
આટલું જ નહીં, આરબીઆઈએ તેની મંજૂરી વિના બેંકને કોઈપણ નવું રોકાણ કરવા અથવા નવી જવાબદારી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત 18મી ફેબ્રુઆરીએ બેંકના સીઇઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જો તે કોઈ જવાબદારી તો પણ કોઈપણ પ્રકારની ચુકવણી નહીં કરે. આ સાથે બેંક RBIથી મુક્તિવાળી કોઈપણ સંપત્તિનો નિકાલ પણ કરી શકશે નહીં.

બેંકની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે આરબીઆઈએ તેની તમામ બચત અને ચાલુ ખાતાના ગ્રાહકોને 6 મહિનામાં ફક્ત 1000 રૂપિયા ઉપાડવાની છૂટ આપી છે. જો કે, મધ્યસ્થ બેંકે ગ્રાહકોને છ મહિનાની રોકડ રકમના સમયગાળા દરમિયાન ડિપોઝિટ સામેની લોન ચૂકવવાની શરતી મંજૂરી આપી છે. જો કે, બેંકના કામકાજ પર પ્રતિબંધ હોવા છતાં, 99.58% ગ્રાહકો માટે ભયભીત થવાનું કંઈ નથી. આરબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ ગ્રાહકોને ‘ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન’ (Deposit Insurance and Credit Guarantee Corporation -DIGC) તરફથી થાપણો પર વીમાનો લાભ આપવામાં આવશે. આ વીમા હેઠળ ગ્રાહકને ડિપોઝિટ પર 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top