Vadodara

આજે શ્રદ્ધાળુઓ વગર ભગવાન જગન્નાથની રથયાત્રા

વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની  નિકળનારી  રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું .જેમાં પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના તમામ અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ રિહર્સલ માં હાજર રહ્યો હતો

વડોદરામાં અષાઢી બીજ ના દિવસે નીકળતી ભગવાન જગન્નાથ ની રથ યાત્રા છેલ્લા 39 વર્ષ થી વડોદરાના સ્ટેશન વિસ્તારમાંથી નીકળે છે પરંતુ કોરોના મહામારીને પગલે આ વર્ષે પ્રથમ વખત યાત્રા ના સમય ફેરફાર કરીને ભગવાનની નગર ચર્યા સવારે  9 વાગે થી 11 વાગ્યા એટલે કે બે કલાક માં નિયત કરાઈ છે.  દર વર્ષની જેમ નિયત કરેલા સ્થળ અને રૂટ પર રથયાત્રા યોજાશે.  કોરોના સંક્રમણને પગલે યાત્રા ના રૂટ પર આવતા વિસ્તારોમાં  રથ યાત્રા દરમિયાન કરફ્યુ રહશે.

ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નીકળશે. પરંપરા પ્રમાણે બપોરે નીકળતી રથયાત્રા આ વર્ષે કોરોના ને કારણે સવારે ૯ વાગે રેલ્વે સ્ટેશનેથી નીકળશે અને નિર્ધારિત રૂટ પર ફરી બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે સંપન્ન થશે. આ  રથયાત્રામાં લોકટોળા ભેગા ન થાય તે માટે શહેરના 6 પોલીસ મથક વિસ્તારમાં રથયાત્રાના સમય દરમિયાન કરફ્યું લગાવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન વિસ્તારમાં દુકાનો, લારીગલ્લાઓ બંધ રહેશે અને લોકો પણ ઘરની બહાર નહિ નીકળી શકે .

ઇતિહાસમાં પ્રથમ વાર કરફ્યું દરમિયાન ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાનાર છે. ત્યારે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા રથયાત્રા ના રુટ પર રીહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ આજે રથયાત્રા દરમિયાનના પોલીસ બંદોબસ્તના નિરીક્ષણમાં રાજમાર્ગો પર ઉતરી આવ્યા હતા. કોરોના ની ગાઈડલાઈન્સ નું ચુસ્ત પણે પાલન થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ તકેદારી રાખશે. અને જો કોઈ ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી વડોદરા પોલીસ વિભાગે દર્શાવી છે.

Most Popular

To Top