Madhya Gujarat

દાહોદમાં વરસાદના કારણે પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી

દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો હતો. ઘણા દિવસોથી જિલ્લાવાસીઓ અસહ્ય બફારા તેમજ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગતરોજના વરસાદને પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.  બીજી તરફ જિલ્લાના ધરતીપુત્રો મેઘરાજાની રાહ જોઈ બેઠા હતા અને ગઇકાલના વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ધરતીપુત્રો પણ સારા વરસાદને પગલે ખેતીકામમાં જોતરાઈ ગયા છે.

વિતેલા ૨૪ કલાકની અંદર સૌથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં પડ્યો છે. ૨૪ કલાકની અંદર દાહોદ તાલુકામાં ૫૮ મી.મી વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લામાં ચોવીસ કલાકની અંદર કુલ ૧૦૮ મીમી વરસાદ પડયો હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે.દાહોદ જિલ્લામાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતાં અને બપોર બાદથી જ મેઘરાજાની ધમાકેદાર અેન્ટ્રીના પગલે ઠેરઠેર વરસાદી પાણી છવાઈ ગયા હતા.

પ્રથમ વરસાદમાં જ દાહોદ શહેરમાં તંત્રની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ જાહેર માર્ગ પર વરસાદી પાણીનો ભારે ભરાવો થઈ જતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવી જ રીતે ચાકલીયા રોડ પર આવેલ અંડરબ્રિજના રસ્તા પર પણ વરસાદી પાણી છલોછલ ભરાઇ જતા અહીં પણ અવરજવર કરતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સમસ્યા માત્ર એક ચોમાસાની નથી પરંતુ દર વર્ષે દર ચોમાસાની ઋતુમાં આવા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઇ જતા લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

જાંબુઘોડા સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા પ્રજા ખુશખુશાલ

લાંબા સમયથી બફાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને મેઘરાજાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આજ રોજ બળબળતા તાપમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવનો ફુંકાયા હતા અને ધૂળની ડમરીઓ ઉડતા ઠંડા પવનો ફૂંકાતા અચાનક એકા એક આકાશ માં થી મેઘરાજાની સવારી આવી ચડતા બરફીલા પવનની સાથે મેઘરાજા મન મૂકીને વરસતા ગરમીથી તોબા પોકારી ઉઠેલી પ્રજાએ હાસ કારો અનુભવ્યો હતો તેમજ લાંબા સમયથી વરસાદ ની રાહ જોતા ધરતી પુત્રો પણ જે પાયલ થવાની આરે પહોંચી ગયા હતા જેઓ એ પણ આજે આકાશમાંથી જાણે કાચું સોનુ વરસી પડતા ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આ પડેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં પણ ખેતી માટે નવી આશા બંધાય હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે જાંબુઘોડા વિસ્તારમાં ખેતીલાયક પડેલા વરસાદ ના કારણે ધરતી પુત્રો પણ હવે ચોમાસુ પાક લેવાની તૈયારીઓ માં જોતરાઈ જશે ત્યારે જાંબૂઘોડામાં મેઘરાજાની એન્ટ્રી થતાં જાંબુઘોડા સહિત તાલુકાની પ્રજાએ ભારે ગરમી અને ઉકળાટથી રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top