Entertainment

રણબીર આલિયાના લગ્નમાં સુરતના આ જવેલર્સને ત્યાંથી ગયો ગોલ્ડ પ્લેટેડ બુકે

મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapur) તેમજ આલિયા ભટ્ટનાં (Alia Bhatt) લગ્નની (Marriage) રસમો શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 14 એપ્રિલના રોજ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જશે. આ મેડ ફોર ઈચ અધર કપલ્સને તેમજ તેઓના માતા પિતાને શુભેચ્છાઓ સાથે ભેટ (Gift) પણ મળવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના સુરતના જવેલર્સ ડી.ખુશાલભાઈ જવેલર્સને ત્યાંથી આ મેડ ફોર ઈચ અધર કપલ માટે એક ભેટ મોકલવામાં આવી હતી. આ ભેટમાં તેઓએ કેરેક ગોલ્ડ પ્લેટેડ બુકે કે જે 100 ટકા સોનામાંથી બનાવેલું છે તેમજ આ બુકેમાં સોનાના 125 રોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગોલ્ડ પ્લેટેડ બુકે બનાવતા 5થી 6 જેટલા દિવસો લાગ્યા હતા. તેમજ આ બુકે 5 ફૂટ ઉંચો છે.

આ સાથે એવા સમાચાર પણ મળી રહ્યાં છે કે રણબીર તેમજ આલિયા પરંપરાગત રીતે સાત ફેરા તો લેશે પરંતુ આ ફેરા દરમ્યાન લેવામાં આવતા વચનો તેઓએ નકકી કર્યા છે તે મુજબ લેશે. મહત્વની વાત એ છે કે આજના દિવસે એટલેકે 13 એપ્રિલ 1979ના રોજ આજથી 43 વર્ષ અગાઉ ઋષિ કપૂર તેમજ નીતુ કપૂરની સગાઈ થઈ હતી. આ અંગેની એક પોસ્ટ નીતુ કપૂરે શેર પણ કરી હતી.

આ શુભ રસમોની શરૂઆત ગણપતિ પૂજનથી કરવામાં આવી હતી. જેમાં ઘરના સદ્સ્યો તેમજ નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે રણબીર કપૂરના વાસ્તુ એપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. આ પૂજામાં નીતુ સિંહ, દીકરી રિદ્ધિમા, દૌહિત્રી સમારા તથા જમાઈ ભરત સાહની સાથે આવ્યા હતા. આ સાથે રણબીરની ફોઈ રીમા જૈન પણ આવ્યાં હતાં. કરીના કપૂર, કરિશ્મા કપૂર, આરતી શેટ્ટી, અરમાન જૈન-અનીસા જૈન પણ આવ્યાં હતાં. મહેશ ભટ્ટ દીકરી પૂજા તથા રાહુલ સાથે આવ્યા હતા.

મહેશ ભટ્ટ તથા પૂજા ભટ્ટ.

આજ રોજ મહેંદીની રસમ હતી જેમાં આલિયાના હાથમાં સૌપ્રથમ કરણ જોહરે મહેંદી મૂકી હતી. મહેદી મૂકતાં સમયે કરણ ભાવૂક થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સંગીત સેરેમની યોજવામાં આવશે નહીં, પરંતુ મહેંદી સેરેમનીની સાથે જ ડાન્સ ફંક્શન યોજાશે. મહેંદી ફંક્શનમાં ઢોલક અને લોક ગાયકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન સ્થળ વાસ્તુ એપાર્ટમેન્ટમાં સીકયોરિટી ખૂબ જ કડક રાખવામાં આવી હતી તેમજ આ લગ્નના ફોટા બહાર ન પડે તે માટે સ્ટાફ મેમ્બર્સના મોબાઇલ પર સ્ટિકર લગાવવામાં આવ્યાં છે. 200થી વધુ બાઉન્સર્સ સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે.

Most Popular

To Top