India

રામ નવમી 2026: ભગવાન રામનો જન્મોત્સવ આજે

રામનવમીની ઉજવણી: જાણો પૂજા, મુહૂર્ત અને ભોજનની સંપૂર્ણ માહિતી

આજે દેશભરમાં રામ નવમી ઉજવાઈ રહી છે. આ પર્વ ભગવાન શ્રી રામને અર્પિત છે અને તેને રામ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિ પર શ્રી રામનું જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી ગુરુવાર, 26 માર્ચ 2026 એટલે કે આજે. શાસ્ત્રો અનુસાર, ભગવાન વિષ્ણુ ના સાતમા અવતાર તરીકે શ્રી રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના મહેલમાં થયો હતો. આ દિવસે દેશભરના રામ મંદિરોમાં ભવ્ય પૂજા-પાઠ અને ભજન-કીર્તન યોજાય છે, જેમાં ભગવાન રામના જન્મોત્સવનો આનંદ જોવા મળે છે. લોકો એકબીજાને રામ નવમીની શુભકામનાઓ પાઠવે છે, જે સંબંધોમાં પ્રેમ અને ભરોસો વધારવા માટે પ્રેરક બને છે.

રામ નવમી 2026: કઈ તારીખે ઉજવવી? વર્તમાન વર્ષમાં નવમી તિથિ 26 અને 27 માર્ચ બંને તારીખે પડે છે. પંચાંગ અનુસાર, 26 માર્ચની નવમી તિથિ સવારે 11:46 કલાકે શરૂ થઈ 27 માર્ચના સવારે 10:07 કલાક સુધી રહેશે. રામાયણ અનુસાર, ભગવાન રામનો જન્મ બપોરના સમયે થયો હતો, તેથી મધ્યાહ્ન કાળને ધ્યાનમાં રાખીને 26 માર્ચે રામ નવમી ઉજવવામાં આવશે. પરંતુ જો તમે ઉદય તિથિ અનુસાર પર્વ ઉજવવા માંગતા હો, તો 27 માર્ચે પણ રામ નવમીનું ઉત્સવ થઈ શકે છે. અયોધ્યામાં વર્ષ 2026 માં રામ નવમી 27 માર્ચે ઉજવાશે.

પૂજા મુહૂર્ત : 26 માર્ચ: સવારે 11:14 થી બપોરે 1:41 કલાક સુધી
મધ્યાહ્ન ક્ષણ: બપોરે 12:25
27 માર્ચ: બપોરે 11:13 થી 1:41 સુધી
મધ્યાહ્ન ક્ષણ: 12:27

રામ નવમીના ઉપાય : સવારે વહેલા ઉઠો, સ્નાન કરીને સાફ કપડાં પહેરો. પૂજાઘરની સફાઈ કરો અને શ્રી રામની મૂર્તિ અથવા ચિત્રનું શૃંગાર કરો. ફૂલ, ફળ, ચંદન, ધુપ-દીપ અને ભોગ અર્પિત કરીને પૂજા કરો. આ દિવસે રામાયણ અથવા રામચરિતમાનસનો પાઠ પણ શુભ માનવામાં આવે છે.

ભજન-કીર્તન : “રામ આવશે તો આંગણું સજાવીશ ,મારી ઝોપડીના ભાગ આજે ખુલશે, રામ આવશે…”
આ રીતે, રામ નવમીના દિવસે સત્ય, અને ધર્મ નું પાલન કરીને જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Most Popular

To Top