Gujarat

અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

અમદાવાદ: રાજ્યમાં તીવ્ર ઠંડી (Cold) વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) પૂર્વના વિસ્તારમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં હળવો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કરણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં ચોમાસાની અનુભુતિ થતા લોકો સ્વેટર સાથે રેનકોટ પહેરવાની ફરજ પડી છે.

અમદાવાદ સહિત આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભાવનગર, વિસનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદના નરોડા, નિકોલ, ઈસનપુરા, નારોલ, થલતેજ સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

ભર શિયાળે વરસાદ વરસ્યો
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુરાતમાં ચોમાસા જેવા માહોલ જામ્યો હતો. અમદાવાદના મણિનગર ગોરના કૂવા વિસ્તારમાં વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટું પડતા રોડ પર સાઈડમાં પાણી ભરાયાં હતાં. જે બાદ ગઈકાલે 3 વાગ્યાની આસપાસ ફરી એન્ટ્રી મારતા લાલગેબી સર્કલ વિસ્તારમાં કરા પડ્યા હતા અને ચોમાસા જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. ત્યારે આજે વહેલી સવારે પણ વાદળો વરસ્યા હતા.

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ
બનાસકાંઠાના ડીસાામાં પણ મોડી રાત્રે વરસાદનું માવઠું થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણાં પલટો આવ્યો હતો. તેથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદો પડ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું થતા ઠંડીમાં પણ વધારો થયો છે. ગાજવીજ સાથે કમોસમી માવઠું પડતા ખેતીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. માવઠાના લીધે રવીપાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોને બટાટા, જીરું, રાયડાના પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.

ગોંડાલમાં પણ માવઠું થયું
ગોડાલ શહેર અને ગ્રામ્ય પંથકમામં ગત બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. પંથકમાં મોડી રાત્રે શહેરમાં છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ઘઉં, જીરું, ધાણા, સહિતના રવીપાકને નુકસાન થવા પામશે. ખેડૂતોને આ પાકની ચિંતા સતાવી રહી છે.

Most Popular

To Top