SURAT

ઉકાઈ ડેમમાં પાણીની આવક જાવક સરખી થઈ- સપાટી 340 ફૂટ પર

સુરત: (Surat) દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઘટીને 22 હજાર ક્યુસેક થતા જાવક પણ યથાવત રાખવામાં આવી છે. ઉકાઈ ડેમની સપાટી 340.01 ફૂટ નોંધાઈ છે. આ સિવાય જિલ્લામાં પણ વરસાદનું જોર ઘટ્યું છે. આવનારા દિવસોમાં વરસાદ ધીમો થશે તેમજ ધીમે ધીમે વિદાય લેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જશે. દક્ષિણ ગુજરાત ઉપર બનેલી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી છે. જેને કારણે આજે એકંદરે ઓછો વરસાદ નોંધાયો હતો. હવે આગામી બે-ત્રણ દિવસ છુટાછવાયા વરસાદી ઝાપટા રહ્યા બાદ વરસાદ વિદાય તરફ જશે. આજે જિલ્લાના કેટલા તાલુકામાં સામાન્યથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉપરવાસમાં પણ 21 રેઈનગેઝ સ્ટેશનો મળીને 128 મી.મી વરસાદ નોંધાયો છે. પરંતુ ઉકાઈ ડેમમાં સવારથી પાણીની આવક 22 હજાર કયુસેક નોંધાઈ હતી. જેની સામે 22 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. ઉકાઈ ડેમની સપાટી 340.01 ફૂટ નોંધાઈ છે. હથનુર ડેમમાંથી 35 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું. જ્યારે હથનુર ડેમની સપાટી 212.190 મીટર નોંધાઇ છે.

સુરત જિલ્લામાં પણ આજે ત્રણ તાલુકા કોરાકટ રહ્યા હતા. માંગરોળમાં સર્વાધિક દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ચોર્યાસી, કામરેજ અને ઉમરપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં ધીમે ધીમે વરસાદ હવે વિદાય લેશે.

  • જિલ્લાનો વરસાદ
  • તાલુકા વરસાદ (મીમી)
  • બારડોલી 04
  • ચોર્યાસી 14
  • કામરેજ 12
  • માંગરોળ 38
  • ઓલપાડ 06
  • સુરત 08
  • ઉમરપાડા 17

Most Popular

To Top