Gujarat

રાજ્યમાં ગુલાબી ઠંડી સાથે માવઠું, ખેડૂતો બન્યા ચિંતિત

ભાવનગર: રાજ્યમાં એક તરફ તીવ્ર ઠંડીના (Cold) કારણે લોકો ઠુંઠવાય રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદી (Rain) ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને પગલે ભાવનગર, પંચમહાલ સહિતના અનેક શહેરોમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાના કારણે ઉભા પાકને નુકસાન થવાનની ભીતિ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની અસર દેખાય રહી છે. ભાવનગરમાં ગઈકાલ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે શનિવારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને સ્વેટર સાથે રેઈ્નકોટ પહેરવાની ફરજ પડી હતી.

મહા મહિનામાં ચોમાસા જેવા માહોલ સર્જાયો હતો. ભાાવનગર સહિત અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ ગોધરામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સિવાય અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતવરણ જોવા મળી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ગુલાબી ઠંડીની સાથે વહેલી સવારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા હતા. ત્યારે હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ગઈકાલે શુક્રવારે સવારથી જ વતાવરણાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ડીગ્રી તાપમાન અટકતાં ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું, તેથી ભાવનગરમાં ઠંડીનુું પ્રમાણ વધ્યું હતું.

હવામાન વિભાગે માવઠાની આગાહી કરી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં 28 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. કારણ કે હાલમાં સર્જાય રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજસ્થાનની પશ્ચિમથી 52°E લોંગીટ્યુડ થી 24°N લોંગીટ્યુડ પૂર્વ તરફ ધપી રહ્યું છે. તેથી આગામી બે દિવસમાં અરબી સમુદ્ર પરથી મહત્તમ ભેજનું વહન થઈ શકે છે ત્યારે બીજી તરફ હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણ પૂર્વ બંગાળના અખાત પર લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે અને આગામી બે ત્રણ દિવસમાં વેલમાર્કડ લો પ્રેશર સિસ્ટમ માં પરિવર્તિત થઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પોણા 3 ડીગ્રી ઘટ્યું હતું. ત્યારે અંબાજી, બનાસકાંઠાના દાંતા, અમીરગઠ વિસ્તારમાંહળવા વરસાદી ઝાપટાની શક્યતા સર્જાય શકે છે. તેમજ મહેસાણા જિલ્લામાં સાબરકાંઠા અને ગાંધીનગરની સરહદે આવતાં વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ વાતાવરણમાં પલટો રહેશે. 30 જાન્યુઆરીએ પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેની અસર 1 ફ્રેબ્યુઆરી પણ જોવા મળશે. હવામાન વિભાગે ફ્રેબ્યુઆરીમાં ઠંડીના ચમકારાની આગાહી વ્યક્ત કરી છે.

Most Popular

To Top