Gujarat

ગુજરાતમાં ફરી માવઠું, દક્ષિણ ગુજરાતનાં આ વિસ્તારોમાં થશે વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં કોંકણ અને વિદર્ભમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તાપી અને ડાંગમાં હળવાથી સમાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગે (weather forecast) આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ થશે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉપર ચઢતા ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી વધી રહી છે, જો કે આવનાર 2થી 3 દિવસ હવામાન વિભાગે વાતાવરણ પલટાના સંકેત આપ્યાં છે. 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરશે.

હવામાન વિભાગના મતે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના તાપીમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટાભાગના હિસ્સામાં સૂકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળોને કારણે ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેતા સવારમાં ઠંડા પવન ફૂંકાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top