National

રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર ન રહેવા પાછળ જણાવ્યું કારણ, કહ્યું- હું ધર્મના નામે..

રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી (Manipur) શરૂ થઈ છે અને નાગાલેન્ડ પહોંચી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવા પાછળનું કારણ આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 22 જાન્યુઆરીએ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી નહીં આપે કારણકે આ એક રાજકીય કાર્યક્રમ છે. અમે બધા ધર્મો સાથે છીએ. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને તેમાં રસ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જેને પણ ત્યાં જવું હોય તે જઈ શકે છે પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં.

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે. મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા મહારાષ્ટ્રમાં પૂરી થશે. મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા આજે નાગાલેન્ડ પહોંચી છે. ત્યાં સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કેમ કર્યો હતો.

મીડિયાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પૂછ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 22 જાન્યુઆરીએ અયોધ્યા કેમ નથી જઈ રહ્યા? આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે RSS અને BJPએ 22 જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણપણે રાજકીય નરેન્દ્ર મોદી ફંક્શન બનાવી દીધું છે. આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે અને મને લાગે છે કે તેથી જ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ આ કાર્યક્રમમાં નહીં જાય.

તેમણે વધુમાં કહ્યું કે અમે તમામ ધર્મો, તમામ પ્રથાઓમાં વિશ્વાસ કરીએ છીએ. હિંદુ ધર્મની સૌથી મોટી ઓથોરિટીએ પણ 22મી જાન્યુઆરીની ઉજવણી વિશે તેઓ શું વિચારે છે તે જાહેર કર્યું છે. તેઓ માને છે કે આ એક રાજકીય કાર્યક્રમ છે. ભારતના વડા પ્રધાન અને આરએસએસની આસપાસ બનેલા રાજકીય સમારોહમાં હાજરી આપવી આપણા માટે મુશ્કેલ છે.

Most Popular

To Top