National

પંજાબ: ભટિંડાના મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4 જવાનો શહીદ, સર્ચ ઓપરેશન શરૂ

પંજાબ: પંજાબના (Punjab) ભટિંડામાં (Bathinda) મિલિટરી સ્ટેશન (Military station) પર ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 જવાનાના મોત (Death) થયા છે. ક્વિક રિએક્શન ટીમ (QRT) મિલિટરી સ્ટેશન પર બનેલી ઘટના બાદથી સક્રિય છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. માહિતી મળી રહી છે કે ફાયરિંગ કરનાર હુમલાખોર સાદા કપડામાં હતો.

મળતી માહિતી અનુસાર ભટિંડા મિલિટરી સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ચાર જવાન શહીદ થયા છે. જવાનોની શહાદતથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ પછી સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર સવારે લગભગ 4.35 વાગ્યે ઝડપી ગોળીબારની ઘટના પછી તરત જ, સૈન્ય સ્ટેશનની આસપાસ ક્વિક રિએક્શન ટીમોને સક્રિય કરી દેવામાં આવી છે. આખા વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે અને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં ચાર જવાનોના શહીદ થવાના સમાચાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા 4 લોકો 80 મીડિયમ રેજિમેન્ટના છે. ફાયરિંગ અધિકારીઓની મેસમાં થયું હતું. રિપોર્ટ અનુસાર, થોડા દિવસો પહેલા યુનિટ ગાર્ડના રૂમમાંથી એક INSAS એસોલ્ટ રાઈફલ ગુમ થઈ ગઈ હતી. ભટિંડાના SSPએ કોઈપણ આતંકી હુમલાનો ઈન્કાર કર્યો છે. પોલીસ તેને પરસ્પર અથડામણની ઘટના ગણાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદર જવા દેવામાં આવતી નથી. પોલીસ અંદર જવાનો પ્રયાસ કરી રહી છે.

નવી માહિતી અનુસાર, આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. ઘટના સમયે સવારના 4.35 વાગ્યા હતા. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય અધિકારીઓ વચ્ચેની ઘટના હોઈ શકે છે. આ સમયે ફાયરિંગ બંધ થઈ ગયું છે. પહેલા સમાચાર આવ્યા હતા કે ગોળીબાર ચાલુ છે.

લશ્કરી મથકની બહાર ભારે સુરક્ષા
ભટિંડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું, પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકાય છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે.

Most Popular

To Top