National

‘MSP ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી’, કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો

ચંદીગઢ: MSPની કાયદાકીય ગેરંટી (Guarantee) પર ગઇકાલે રવિવારે ચંડીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની (Round) બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર (Central Government) વધુ ચાર પાક પર MSP આપવા માટે રાજી થઈ ગઈ છે. કેન્દ્રના આ પ્રસ્તાવ (Proposal) પર બેઠકમાં હાજર ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તમામ સંગઠનો સાથે વાત કરશે અને આજે આ અંગે અંતિમ નિર્ણય આપશે. દરમિયાન હરિયાણાની (Hariyana) સરહદ પર ખેડૂતો અડગ ઊભા છે.

યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSP પ્રસ્તાવને ચોથી બેઠક બાદ ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે નવા ફોર્મ્યુલા A2+FL+50%ના આધારે MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.

નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે ખેડૂતોને મકાઈ, કપાસ, અરહર/તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.

21મીએ દિલ્હી ફરી દિલ્હી કૂચ થશે
રાજસ્થાનની ગ્રામીણ કિસાન મજદૂર સમિતિના મીડિયા પ્રભારી રણજીત રાજુએ કહ્યું કે ખેડૂતો સરકારના પ્રસ્તાવ પર સહમત નથી થઈ શક્યા. તમામ જગ્યાઓ પર વાત કર્યા બાદ હવે ખેડૂત નેતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે, સરકાર લાકડીઓ ચલાવશે તો અમે ખાઈશું અને જો સરકાર શેલ છોડશે તો તેનો સામનો પણ કરીશું.

પટિયાલામાં હડતાળ પર બેઠેલા ખેડૂતનું મોત
હડતાલ દરમિયાન પટિયાલામાં કેપ્ટન અમરિંદરના ઘરની બહાર બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મોત થયું છે. આંદોલનમાં આ ત્રીજા ખેડૂતનું મોત થયુ છે. અગાઉ આ સિવાય શંભુ બોર્ડર પર તૈનાત એક SIનું પણ મોત થયું હતું.

સ્પીડમાં આવતી કારે હોમગાર્ડ જવાનને કચડી નાખ્યો
મુક્તસરના દિલ્હી-ફાઝિલ્કા નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ગામ મહુઆના પર રવિવારે મોડી સાંજે ખેડૂતો દ્વારા આયોજિત ધરણા દરમિયાન ફરજ પરના એક હોમગાર્ડ સૈનિકને ઝડપી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

Most Popular

To Top