Gujarat

નરેશ પટેલ, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા વચ્ચે યોજાઈ બેઠક

ગાંધીનગર: (Gandhinagar) રાજનીતિમાં (Politics) જોડાવવા અંગે હવે આગામી 5થી7 દિવસની અંગર નિર્ણય લઈ લેવાશે, તેમ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કહ્યું હતું. આજે રાજકોટ ખાતે નરેશ પટેલ તથા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) , દિનેશ બાંભણિયા તથા પાસના અલ્પેશ કથીરિયા વચ્ચે મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે (Naresh Patel) કહ્યું હતું કે આગામી 5થી 7 દિવસની અંદર મારો નિર્ણય જાહેર કરીશ. હાર્દિક પટેલ સાથેની બેઠક અંગે પુછતાં તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ સાથે મારે સામાજિક તથા શૈક્ષણિક ચર્ચા થવા પામી હતી. આ ઉપરાંત પાટીદાર યુવકો સામેના કેસો પાછા ખેંચવાની ગતિ ધીમી છે. સરકાર ઝડપથી આ કેસો પરત ખેંચે તેવી અમારી વિનંતી છે.

નરેશ પટેલ, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા વચ્ચે મહત્ત્વની બેઠક

નરેશ પટેલ કોંગ્રેસમાં આવી જાય તો મારી નારાજગી દૂર થઈ જશે : હાર્દિક પટેલ
રાજકોટમાં નરેશ પટેલ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું. તે જગ જાહેર છે. હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું. પરંતુ મારી પાસે કામ નથી. નરેશ પટેલ કોંગ્રેસમાં આવી જાય પછી મારી નારાજગી દૂર થઈ જશે. આજે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે સામાજિક, રાજકીય અને પારિવારિક સહિતના મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા થઈ છે. નરેશ પટેલને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સીધી ચર્ચા ચાલી રહી છે.

હાર્દિકના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું- નરેશ પટેલ
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક અને શિક્ષણ વિશે ચર્ચા થઈ હતી. પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેચાવાની ધીમી ખૂબજ ગતિ છે. અમારી સરકારને વિનંતી કરીએ છીએ કે તેમાં થોડી ઝડપ રાખે. બધા કેસો પાછા ખેંચાય તેવી સરકારને વિનંતી કરીએ છે. રાજકારણમાં પ્રવેશ અંગે તેઓએ જણાવ્યું કે હજી પાંચથી સાત દિવસની અંદર અમારી બીજી બેઠક થશે તેમાં કદાચ આગેવાનો વધશે ત્યારે વધુ નિર્ણય લેવાશે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકના પક્ષમાં જે પ્રશ્નો છે તે હાર્દિક અને હું પણ મારા લેવલથી ઉકેલ આવે તેવો પ્રયત્ન કરું છું. હાર્દિક એટલો મેચ્યોર છે કે, તે મને સમજાવી શકે છે.

Most Popular

To Top