Dakshin Gujarat

સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ચઢતી મહિલાની સાથે આ તે શું થઈ ગયું..

વલસાડ: વલસાડ (Valsad) નવસારી (Navsari) મિથિલાનગરીમાં રહેતા નીલાબેન નગીનભાઇ ટંડેલ (ઉ.વ.64) ગત રોજ તેમના પતિ નગીનભાઇ સાથે ઓખા જવા માટે નવસારી રેલવે સ્ટેશન (Railway Station) પરથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ચઢી રહ્યા હતા. ત્યારે ગરદીનો લાભ લઇ કોઇ તેમના ગળામાંથી 25 ગ્રામની સોનાની ચેઇન કોઇ કટર વડે કાપી ગયું હતુ. જેનો અહેસાસ તેમને થયો હતો. ટ્રેનમાં ચઢ્યા બાદ તેમણે જોતા તેમના ગળામાં ચેઈન જોવા મળી ન હતી. જેના પગલે તેઓ ટ્રેનમાંથી ઉતરી પડ્યા અને તેમણે વલસાડ રેલવે પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી સિસોદ્રા બ્રિજ પાસેથી ચોરીની બાઈક સાથે બે સગીર અને યુવાન ઝડપાયો
નવસારી : નવસારી એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે નવસારી સિસોદ્રા બ્રીજ પાસેથી ચોરીની બાઈક સાથે બે સગીર અને એક યુવાનને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી સ્પેશીયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીના આધારે નવસારી સિસોદ્રા ઓવરબ્રિજ પાસેથી ચોરીની બાઈક (નં. જીજે-15-ડીએન-1143) સાથે 2 સગીર તેમજ મૂળ મહારાષ્ટ્ર જલગાંવ જીલ્લાના યાવલ તાલુકાના ગંગાપુરી ગામે અને હાલ નવસારી-બારડોલી રોડ પર જી.આઈ.ડી.સી. નાકા પાસે રહેતા દિનેશભાઈ સંજયભાઈ સપકાળેને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે 80 હજારની બાઈક કબ્જે કરી હતી.

સિટી લાઈટમાં કાપડ વેપારીના ઘરમાં સોનાના ડાયમંડ જડિત દાગીના મળી 21 લાખની ચોરી
સુરત: સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારીના ઘરમાંથી મંગળવારે તસ્કરોએ હોલની બારીની સ્લાઈનું લોક તોડીને ફ્લેટમાં પ્રવેશી સોનાની હીરાજડિત દાગીના મળી કુલ 21.07 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સિટી લાઈટ ખાતે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહ મહિધરપુરામાં કાપડ અને લેસપટ્ટીનો વેપાર કરે છે. ગત તા.19 સપ્ટેમ્બરે સાંજે પ્રિયાંકભાઈ તેમની પત્ની સાથે સાસરે ગયા હતા. રાત્રે તેઓ ઘરે આવીને તેમના ગેસ્ટ રૂમમાં સૂઈ ગયા હતા.

બીજા દિવસે સવારે 6 વાગે પ્રિયાંકભાઈ જાગીને તેમના હોલમાં આવ્યા હતા. જ્યાં સોફા પર જ્વેલરીનાં બોક્સ ખુલ્લી હાલતમાં પડેલાં હતાં. તેમના ફ્લેટના માસ્ટર બેડરૂમમાં કબાટમાં મૂકેલાં આ બોક્સ જોઈને તેઓ ચોંકી ગયા હતા. હોલની કાટની બારીની સ્લાઈડનું લોક તૂટેલું હતું. બાદ તેમને રૂમમાં જઈ જોતાં સોનાની ડાયમંડની વીંટી, બંગડીઓ, બુટ્ટી, સોનાનાં પેન્ડલ, બ્રેસલેટ, ચેઈન મળી કુલ 328.15 ગ્રામ સોનાના દાગીના ડાયમંડ જડિત જેની કિંમત 21.07 લાખની મત્તાની વસ્તુઓ ગાયબ હતી. એ જોઈ પ્રિયાંકભાઈએ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.,

Most Popular

To Top