Vadodara

શહેરના 2 સ્થળોએ પોલીસના દરોડા : 6 જુગારીઓ ઝડપાયા

વડોદરા: શહેરના 2 વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલિસે દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ. 13,450ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. ત્યારે માંજલપુર સમશાન પાસે આવતા બાતમી મળી હતી કે, માંજલપુર ગામ પાસે આવેલ મોનાલીસા નાગ દેવતાના મંદિર પાસે ખુલ્લામાં કેટલાક લોકો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા 4 લોકોને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે દરોડા દરમિયાન સુનિલ બાબુભાઇ ગુપ્તા, ઠાકોર મનહરભાઈ પરમાર, કમલેશ ઉર્ફે કરીયો ઠાકોરભાઈ સોલંકી અને હરિશ્ચંદ્ર અરવિંદભાઈ સોલંકીને   ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.10,070ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવહી હાથ ધરી છે. આ ઉપરાંત પાણીગેટ પોલીસે બાતમીના આધારે ઝહૂરશાન ટેકરા ઉપર કબ્રસ્તાનના દરવાજા પાસે ખુલ્લમાં ચાલતા જુગારધામ પર  દરોડા પાડી જુગાર રમી રહેલા 2 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે હૈદરખાન અબ્બાસખાન પઠાણ અને ઝહીરને પકડી પાડી અંગઝડતીના કુલ રોકડ રૂા.3380ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top