Dakshin Gujarat

પોલીસને જોઈ બોયફ્રેન્ડે ગાડી યુ-ટર્ન મારી અને ગર્લફ્રેન્ડ તેની મોપેડ મૂકીને બાઈડ પાછળ બેસી ગઈ અને પછી…

પારડી : પારડી (Pardi) તાલુકાના ઉમરસાડી કોસ્ટેલ હાઈવે સ્થિત સ્કોટ પુનાવાલા કંપની સામે પોલીસે (Police) દારૂની (Alcohol) હેરાફેરીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પારડી સિલ્વર પેલેસમાં રહેતો શાહે આલમ ઉર્ફે આલમ શમ્મીખાન પઠાણ અને તેની ગર્લફ્રેન્ડ રૂબીના સરફરાજ શેખ (રહે.ખેરગામ નવસારી) કલસરથી બંને અલગ અલગ બાઈક ઉપર દારૂ ભરીને નીકળ્યા હતાં.

બોયફ્રેન્ડ શાહે આલમ પાયલોટિંગ કરતો હતો તે દરમિયાન કોસ્ટેલ હાઈવે ઉમરસાડી સ્કોટ પુનાવાલા કંપની સામે પોલીસે બાઈક આવતા તેને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ બાઈકચાલક શાહેઆલમ પઠાણે યુટર્ન માર્યો હતો અને તેની પાછળ મોપેડ લઈને આવતી ગર્લફ્રેન્ડ રૂબીનાએ મોપેડ માર્ગ પર મૂકી તરત જ દોડીને શાહે આલમ સાથે બાઈક ઉપર બેસી જઈ બંને ભાગી છૂટ્યા હતાં. પોલીસે મોપેડમાં તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ તથા મોપેડ મળી કુલ રૂ. 40,800 નો મુદ્દામાલ કબજે લઈ રૂબીના શેખ અને શાહેઆલમ પઠાણને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના નવરંગપુરાના મલ્ટિલેયર પાર્કિંગમાં બુટલેગરોએ દારૂનું વેચાણ શરૂ કરી દીધું
અમદાવાદ : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે વાત પણ એટલી જ સાચી છે. પોલીસ ગમે તેટલી સતર્ક રહે તો પણ બુટલેગરો દારૂના વેચાણ માટે કોઈને કોઈ રસ્તો શોધી કાઢતા હોય છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા મનપાના મલ્ટિલેવલ પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતાં. પાંચ લક્ઝુરિયસ કારમાંથી 1014 દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં અમદાવાદ મનપાના મલ્ટિલેવલ પાર્કિંગમાં લક્ઝરીયસ ગાડી પાર્ક કરી તેમાં દારૂની બોટલો છુપાવી રખાતી હતી, અને ત્યાંથી જ વેચાણ પણ કરતા હતાં. આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાંચ જેટલી લક્ઝરીયસ કારમાંથી 1014 બિયર અને દારૂની બોટલો બિનવારસી હાલતમાં મળી આવી હતી.

પોલીસે આ દારૂના જથ્થા અંગે પૂછપરછ તેમજ તપાસ હાથ ધરતા નવરંગપુરાના આ મલ્ટિલેવલ પાર્કિંગમાં પાર્ક કરેલી પાંચ ગાડીઓમાંથી મળી આવેલો દારૂનો જથ્થો ખાડિયાના બુટલેગર કુંતલ, ચાંદખેડાના બુટલેગર આશિષ અને જુહાપુરાના બુટલેગરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બુટલેગરોની ધરપકડના ચક્રો ગતિમાન કરી આ પાંચ ગાડીના માલિક કોણ છે ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top